સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલની કરતૂતોનો ભાંડો ફૂટ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 17:41:38
  • Views : 546
  • Modified Date : 2019-11-21 17:41:38

સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલની કરતૂતોનો ભાંડો ફૂટ્યો છે. ત્યારે હવે ગાંધીનગરની ટિમ દ્વારા સિદ્ધપુરની નર્સિંગ કોલેજની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સાંભળતા ગાંધીનગરની  ટિમ પણ ચોકી ઉઠી હતી.આમ આ બાબતે વિધાર્થીઓ આક્રોશમાં આવી જતાં પ્રિન્સિપાલની બદલી નહિ હવે તો તેને સસ્પેન્ડ જ કરવામાં આવે નહિ તો આંદોલન ચાલુ રહેશે તેવું જણાવ્યુ હતું.

 પાટણના સિદ્ધપુરની નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ દ્વારા અચાનક જમવાનો કોન્ટ્રાકટ બદલી કમિશન તેમજ તેની લંપટગીરીને લઈને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓમાં આંદોલન છેડાયું છે.જેમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલનથી હવે તંત્ર પણ જાગ્યું હોય તેમ આજે નર્સિંગ કોલેજની મુલાકાતે દોડી આવ્યું હતું. જોકે આ આંદોલનના ત્રીજા દિવસે સવારે નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ કોલેજની બહાર આવી ગયા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું તેમજ સસ્પેન્ડ કરો અંતર્ગત સહી ઝુંબેશ કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગરની ટિમ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજી હતી. જેમાં પ્રિન્સિપાલની તાત્કાલિક બદલી કરવાની વાતને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ છવાયો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. જોકે જેમ જેમ દિવસ જાય છે તેમતેમ વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બનતું જાય છે તો બીજીતરફ સરકારીતંત્ર મૌન સેવી રહ્યું હોવાથી સરકારી તંત્ર પ્રિન્સિપાલને છાવરતુ હોવાનો વિદ્યાર્થીઓમાં સુર ઉઠવા પામ્યો છે. આમ ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા નર્સિંગ આસિસ્ટન્ટ ડાયરેક્ટર મયુર ડામોર, ઋષિ પટેલ સિદ્ધપુર નર્સિંગ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તેજલ સુથારની ટિમ સિદ્ધપુર નર્સિંગ કોલેજ ખાતે તેમજ  કોલેજના કોમ્યુનિટી હોલ ખાતે તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સાથે મિટિંગ કરી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલના તમામ કરતૂતો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રિન્સિપાલ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને રાત્રે તો બીજી તરફ કોલેજના ઓફિસ સ્ટાફને પણ સાંભળવામાં આવતા તમામ સ્ટાફમાં પણ પ્રિન્સિપાલ વિરોધનો સુર ઉઠ્યો હતો. જોકે આ બાબતે ગાંધીનગર ટિમ દ્વારા પ્રિન્સિપાલને તાત્કાલિક બદલી કરવાની વાત કરતા વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં આવી ગયા હતા અને અને જ્યાં સુધી પ્રિન્સિપાલને સસ્પેન્ડ ન કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.આમ ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા સમગ્ર બાબતે રિપોર્ટ રજૂ કરાયો છે.

Download Our B K News Today App



Related News