બનાસકાંઠા જિલ્લામાં 19 એપ્રિલ ના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરીનું ઉદઘાટન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:18:01
  • Views : 309
  • Modified Date : 2022-04-17 11:18:01


બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસડેરીની બીજી આધુનિક ડેરી પ્લાન્ટ નું આગામી ૧૯મી એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે જેને લઇ અત્યાર થી જ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

- દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસ ડેરીનું  નવી પ્લાન્ટનું ઉદ્ઘાટન

 

- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે બનાસ ડેરી નું ઉદઘાટન કરાશે

 

- 151 વીઘા જમીનમાં ૬૪૦ કરોડ ના ખર્ચે બનાસ ડેરી નું નિર્માણ થયું

 

- 50 લાખ લિટર દૂધની કેપેસિટી ધરાવતી આ બનાસડેરી છે

 

- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ

 

- બનાસ ડેરીના નવા પ્લાન્ટની સ્થાપના

 

    બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા જિલ્લો છે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા હતા પરંતુ ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લામાં ખેતી મા થતાં નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા અને જોતજોતામાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલન સાથે જોડાયેલા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ આજે પશુપાલન સાથે સૌથી વધુ જોડાયેલી છે અને દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું દૂધ બનાસડેરીમાં ભરાવી સારી એવી કમાણી કરી રહી છે. બનાસ ડેરી ની સ્થાપના બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ ગલબાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. નાની ડેરી થી શરૂઆત કરેલી આજે એશિયાની ની સૌથી મોટી બનાસ ડેરી બની ચૂકી છે અને આજે બનાસકાંઠા જિલ્લાના અનેક પશુપાલકો બનાસ ડેરી ની શરૂઆત થતાની સાથે જ દૂધની સારી આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં 40 લાખ લીટર એકત્રિત  કરતી બનાસ ડેરી પાલનપુર માં આવેલી છે ત્યારે જે પ્રમાણે દિવસેને દિવસે દૂધના પ્રમાણમાં વધારો થતાં આજે દિયોદરના સણાદર ગામે બનાસડેરીની વધુ એક આધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યું છે.

 

- નવી ડેરીનું ઉદ્ઘાટન

 

     બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસડેરી સંચાલિત જિલ્લામાં બીજો સૌથી મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ શરૂ કરવામાં આવે છે ફેબ્રુઆરી 2020 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ડેરી પશુપાલન મંત્રી સંજીવ બાલીયાનજીની ઉપસ્થિતિમાં અને લાખો પશુપાલકોની જનમેદની માં ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો june 2020 માં દેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં અને કોઈને મહામારી વચ્ચે સ્ટેટ ઓફ ધ આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં બીજો સૌથી મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ શરૂ થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના દિયોદર રાધનપુર ભાભર પાટણ ના અનેક પશુપાલકોને જીવાદોરી સમાન સાબિત થશે આ નવો પ્લાન્ટ આવનારા સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થતાની સાથે જ લાખો પશુપાલકોને તેનો સીધો લાભ થશે

 

- 19 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન બનાસડેરીના પ્લાન્ટનું ઉદઘાટન કરશે

 

     બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ગામે 640 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નું આગામી 19 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરનાર છે જેને લઇ છેલ્લા એક અઠવાડિયાથી બનાસ ડેરી સંચાલન મંડળ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે ખાસ કરીને દેશના વડાપ્રધાન લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચતા બનાસકાંઠા જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સણાદર ગામે દેશના વડાપ્રધાન ના આગમનને લઇ અત્યાર થી જ બનાસડેરી દ્વારા સનાદર પ્લાન્ટ ખાતે મંડપની તૈયારીઓ શરૂ કરી દીધી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ બનાસડેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસપીજી કમાન્ડો પણ મુકી દેવામાં આવ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં દેશના વડાપ્રધાન જ્યારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

 

- લોકર્પણ

 

- 151 વિધામાં નિર્માણ પામેલ બનાસડેરી સંકુલ

 

- પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ દિયોદર

 

- શણાદર ડેરી પ્લાન્ટમાં 20 લાખ લિટર પ્રતિ દિન ની દુધ ની પ્રક્રિયા ક્ષમતા છે જે વધારીને 50 લાખ લીટર પ્રતિ દિન કરી શકાશે સદર પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, એક લાખ લીટર પ્રતિ દિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, વેસ્ટન પ્રતિદિન ખોવા તેમજ ચોકલેટ એનોબીગ પ્લાન્ટ ની વ્યવસ્થા છે ડેરી પ્લાન્ટ ની બાજુમાં સંકુલમાં જ 48 ટન પ્રતિ દિન ની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા નિર્માણ પામેલ છે.

 

- બનાસડેરી સંકુલ દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમવાર બનાસકાંઠા કોમ્યુનિટી FM રેડિયો 90.4 સ્ટેશન ઉભુ કરવામાં આવી રહી છે જે લોક શિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.

 

- ઇ લોકર્પણ

 

- બનાસડેરીના ચીજ અને વે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર

 

- બનાસડેરીના ચીજ પ્લાન્ટની ક્ષમતા 30 મેટ્રિક ટન પ્રતિ દિન થી વધારીને 60 મેટ્રિક ટન પ્રતિ દિન અને વે પાવર પ્લાન્ટની ક્ષમતા 4.5 લાખ લીટર પ્રતિદિન થી વધારીને 9 લાખ લિટર પ્રતિ દિન કરવામાં આવ્યું

 

- બનાસ ગોબરગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી સ્ટેશન દામા તેની ક્ષમતા ક્યુબીક મીટર પ્રતિદિન

 

- ઈ લોકર્પણ

 

- નવીન ચાર ગોબરગેસ પ્લાન્ટ

 

(1) ખીમાણા

 

 ( 2 ) રતનપુરા

 

 (3 ) રાધનપુર

 

 (4 ) થાવર

 

Download Our B K News Today App



Related News