બનાસકાંઠામાં પ્રભારીમંત્રીએ પ્રિમોન્સુન-પાણીની સ્થિતિની સમીક્ષા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 13:22:27
  • Views : 529
  • Modified Date : 2019-06-04 13:22:27

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી  ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ, પ્રિ- મોન્સુન આયોજન અને કામગીરી, અછતની સ્થિતિ તથા વિકાસકામોની સમીક્ષા અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અને વિશ્વ યોગ દિવસ તા. ૨૧ જૂનની ઉજવણી સંદર્ભે તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી ઇશ્વરભાઇ પરમારે દરેક બાબતની વિગતવાર સમીક્ષા કરતાં અધિકારીઓને  માર્ગદર્શન અને જરૂરી સૂચના આપી પરિણામદાયી કામગીરી કરવા જણાવ્યું હતું. પીવાના પાણીની સ્થિતિ અંગે સમગ્ર જિલ્લામાં લોકોને પીવાના પાણી માટે શું વ્યણસ્થાઓ છે. તેની તેમજ જિલ્લામાં ઉપલબ્ધ પાણીના પુરવઠા વિશે પણ વિગતો મેળવી સમીક્ષા કરી હતી. જિલ્લામાં લોકોને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે કાળજીપૂર્વક કામગીરી કરવા મંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. પાણી પુરવઠા બોર્ડના સુપ્રિ. એન્જીનિયર ગુપ્તામએ પીવાના પાણી અંગે જિલ્લામાં ઉપલબ્ધ વ્યવસ્થા તેમજ કરવામાં આવેલ કામગીરીની વિગતો જણાવી હતી.પ્રિ- મોન્સુન કામગીરી વિશે જિલ્લાજ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ. સુદઢ આયોજન અંગે નિવાસી અધિક કલેકટર એલ. બી.બાંભણીયાએ વિગતો રજૂ કરી હતી. તા. ૧ જૂનથી જિલ્લા અને તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ કાર્યાન્વીત કરવામાં આવ્યા છે. ચોમાસાને અનુલક્ષી ભારે વરસાદ-વાવાઝોડા જેવી સ્થિતિ સમયે તાકીદે જરૂરી કામગીરી કરી શકાય તે માટે કલેકટર દ્વારા અધિકારીઓને તાલુકા ફાળવી કામગીરીના આદેશ કરવામાં આવ્યા  છે. જિલ્લામાં આવેલ ડેમના દરવાજા ચકાસણી વગેરેની કામગીરી કરવામાં આવી છે. રેલ નદીને ઉંડી કરવામાં આવી છે. રાહત અને બચાવ ટુકડીઓ સજ્જ કરવામાં આવી છે. પૂરની પરિસ્થિતિ વખતે સલામત સ્થાળો કે આશ્રયસ્થાનો નક્કી કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના દરેક ગામ સુધી હેલીકોપ્ટર દ્વારા પણ ઝડપથી પહોંચીને મદદ કરી શકાય તે માટે સમગ્ર જિલ્લાયના શહેરો અને તમામ ગામોના અક્ષાંશ અને રેખાંશની વિગતો પણ તૈયાર રાખવામાં આવી છે. ઉપરવાસ રાજસ્થાન રાજયમાં ભારે વરસાદ થાય તો તેની વિગતો તાકીદે મળી રહે તે માટે માઉન્ટ આબુ, આબુરોડ, શિરોહી, જાલોર વગેરે વિસ્તારના અધિકારીઓ તથા તેમની કચેરીઓ અને કન્ટ્રોલ રૂમોના નંબરો મેળવી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તેમની સાથે સંપર્કમાં રહે છે. રાહત અને બચાવ ટુકડીઓ જરૂરી સાધનો સાથે સજ્જ છે.મંત્રી ઇશ્વરભાઇ પરમારે પ્રિ-મોન્સુન બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરતાં જણાવ્યું  કે વધારે વરસાદના સંજોગોમાં ઉપરવાસ અને સમગ્ર જિલ્લાના દરેક તાલુકાઓ સાથે રાત-દિવસ સતત સંપર્કમાં રહી લોકોને જરૂરી તમામ મદદ કરીએ. તેમણે કહ્યું કે કન્ટ્રોલરૂમ પર ફરજ બજાવતા કર્મચારીઓને જરૂરી તાલીમ આપીએ. મંત્રીએ તલાટીઓને સૂચના આપતાં જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં દરેક તલાટી પોતાના સેજામાં હાજર રહી ગામોની કાળજી લે. તેમજ ચોમાસા અગાઉ નદી કિનારાના સંવેદનશીલ ગામો અંગે જિલ્લા વહીવટીતંત્રને વિગતવાર રીપોર્ટ કરી સજાગ રહે. મંત્રીએ અધિકારીઓને કહ્યું કે ભારે વરસાદના સમયે જે સાધનોનો ઉપયોગ કરવાનો છે. તેવા સાધનોની ચકાસણી કરી જરૂર હોય તે રિપેરિંગ પણ કરાવી તૈયાર રાખીએ. અછતની સ્થિતિની સમીક્ષા દરમિયાન મંત્રીએ અધિકારીઓને જણાવ્યું કે અછતની સ્થિતિ અને ગરમીના આ સમયમાં કોઇને પીવાના પાણીની તથા પશુઓને ઘાસચારાની કોઇ જ તકલીફ ન પડે તે માટે સક્રિય અને પરિણામદાયી કામગીરી કરી ઉત્કૃષ્ઠ ફરજની સાથે પ્રેરણાદાયી સમાજસેવા પણ કરીએ. મંત્રીએ કહ્યું કે લોકોની જરૂરીયાતો, રજૂઆતો અને સૂચનો પ્રત્યે પણ પુરતુ ધ્યાન આપી તેનું હકારાત્મક એક અને ઝડપી  નિરાકરણ લાવીએ. બનાસકાંઠા જિલ્લાના ૯ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા છે. અત્યારે રવિયાજિલ્લામાં કુલ ૪૦ ઘાસડેપો કાર્યરત છે. ૮૦,૬૭૮ જેટલા ઘાસકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લાને જરૂરીયાત પ્રમાણે સરકાર દ્વારા ઘાસની ફાળવણી કરવામાં આવે છે. વિકાસકીય કામોની સમીક્ષા કરતાં મંત્રીએ જણાવ્યું કે, લોકોની સામુહિક જરૂરીયાતને અગ્રતા આપી તમામ વિકાસકામો સારી ગુણવત્તા ધરાવતાં અને સમયમર્યાદામાં થાય તેની કાળજી રાખીએ. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ કામોની મંત્રીએ સમીક્ષા કરી હતી.  મીડિયા સાથેની મુલાકાત દરમિયાન મંત્રીએ કહ્યું કે જિલ્લાના અને રાજયના ઝડપી સર્વાંગી વિકાસ માટે તેમજ જરૂરતમંદ લોકોને જરૂરી તમામ સહાય આપવા સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પ બધ્ધ છે.  બેઠકના પ્રારંભમાં બનાસકાંઠા બેઠક ઉપર ચૂંટાયેલા સાંસદ અને રાજય સરકારના સિંચાઇ અને પાણી પુરવઠા રાજયમંત્રી  પરબતભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે બનાસવાસીઓએ અપાર પ્રેમ આપ્યો છે.  બેઠકમાં કલેકટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ, પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.   





Download Our B K News Today App



Related News