પ્રેમલગ્ન કરનારી યુવતીનું નવરંગપુરા દેરાસરમાંથી અપહરણ: યુવકના પરિવાર પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 18:00:12
  • Views : 542
  • Modified Date : 2019-09-13 18:00:12

સોલામાં રહેતા યુવકે ત્રણ વર્ષ અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી અન્ય જ્ઞાાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ  પ્રેમલગ્ન યુવતીના પરિવારજેનોનેે પસંદ ન હતા. જેને લઈને ગઈકાલે સમાધાન માટ બન્ને પરિવારના સભ્યો દ્વારા નવરંગપુરાના જૈન દેરાસરમાં મિટીંગ રાખવામાં આવી હતી. દરમિયાન યુવતીના અન્ય કુટુંબીજનો સહિત ૧૦ જેટલા શખ્સો અહીં લાકડીઓ અને પાઈપ જેવા હથિયારો સાથે આવ્યા હતા અને યુવકના પરિવારજનો પર હુમલો કર્યો હતો. બાદમાં તેઓ યુવતીનું કારમાં અપહરણ કરીને નાસી છુટયા હતા. દેરાસરના સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતીઆ બનાવની વિગત મુજબ સોલામાં મહાલયા બંગ્લોઝમાં રહેતા ભાવીનભાઈ એ.શાહ (૨૮) થલતેજમાં સુરધારા સર્કલ પાસે ચશ્માની દુકાન ધરાવે છે. ભાવીનભાઈે તેમની જ સોસાયટીમાં રહેતી પલક ભાવેશભાઈ દેસાઈ નામની યુવતી સાથે ૭ ઓક્ટોબરના રોજ કાંકરીયામાં આર્યસમાજ મંદીરમાં પ્રેમલગ્ન કર્યા હતા. ઝોન-૧ના ડીસીપી પી.એલ.માલના જણાવ્યા મુજબ લગ્ન બાદ બન્ને પોતપોતાના ઘરે રહેતા હતા.દરમિયાન ૭ સપ્ટેમ્બરના રોજ પલક ભાવીનભાઈની થલતેજ  સ્થિત દુકાને આવી હતી અને અહીંથી બન્ને રાજકોટ જતા રહ્યા હતા.  યુવતીના પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજુર ન હોવાથી રોષે ભરાયા હતા. બીજીતરફ  ભાવીન અને પલક રાજકોટમાં ત્રણ દિવસ રોકાયા બાદ મણીનગર આવ્યા હતા. ૧૦ સપ્ટેમ્બરના રોજ ભાવીનભાઈના પિતાએ ફોન કરીને હરજીભાઈ દેસાઈ સાથે વાત થઈ છે અને પલકના માતાપિતા સાથે શાંતિથી સમાધાન કરવા માટે અંદાજે ૧૧ વાગ્યે મળવાનું છે, એમ પુત્ર ભાવીનને કહ્યું હતું.ભાવીનભાઈના પિતા અતુલભાઈએ વરસાદ હોવાથી ચાર વાગ્યે મળવાનું કહીને ભાવીનને નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે આવેલા જૈન દેરાસર ખાતે બોલાવ્યો હતો. આથી ભાવીન અને પલક દેરાસર આવ્યા હતા. જ્યાં ભાવીનના માતાપિતા, પિતરાઈભાઈ , કાકા તથા અન્ય સંબંધીઓ અને દેરાસરના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ શાહ હાજર હતા. જ્યારે પલકના પક્ષ તરફથી હરજીભાઈ દેસાઈ અને ધરમશીભાઈ દેસાઈ હાજર હતા. તેઓ દેરાસરની ઓફિસમાં સમાધાન બાબતે વાતચીત કરી રહ્યા હતા.થોડીવાર બાદ ૧૦ જેટલા શખ્સો લાકડી અને પાઈપ જેવા હથિયારો સાથે ઓફિસ બહાર દેરાસર પરિસરમાં આવી ગયા હતા અને ભાવીનભાઈના માતાપિતા તથા અન્ય સંબંધીઓ પર હુમલો કર્યો હતો. ટોળામાંથી  જીતુભાઈ દેસાઈ, પલકના કાકાના છોકરા વાસુ રબારી, જીગર રબારી તથા અન્ય એક શખ્સ ઓફિસમાં ધસી આવતા ગભરાયેલા ભાવીનભાઈ ઓફિસમાંથી નીકળી ગયા હતા. બીજીતરફ બે કાર લઈને આવેલા આ શખ્સો પલકને બળજબરીપુર્વક કારમાં બેસાડીને રવાના થઈ ગયા હતા. ભાવીનભાઈના પિતરાઈ ભાઈ હેમલભાઈને મોઢાના ભાગે વધુ ઈજાને કારણે કોઈ સગાએ એમ્બ્યુલન્સ બોલાવતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. ભાવીનભાઈના માતાપિતાને પણ ઈજા પહોંચી હતી. હુમલાની આ સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.આ અંગે ભાવીનભાઈએ જીતુભાઈ દેસાઈ, વાસુ રબારી અને જીગર રબારી વિરૃધ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News