સાંતરવાડાની પ્રાથમિક શાળા સરકારી,પણ શિક્ષણ અને સુવિધામાં અન્યથી આગળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:27:08
  • Views : 540
  • Modified Date : 2020-07-27 11:27:08

  ગામડામાં આવી સરકારી પ્રાથમિક શાળાની કલ્પના કરવી સપના જોવા જેવું જ છે.જ્યાં પ્રોજેકટર ઉપર હાઈટેક શિક્ષણ અપાતું હોય,જમવા માટે ઓપનએર ડાયનિંગ ટેબલ હોય,ઈન હાઉસ વેઈટીંગ મ્યુઝિયમ હોય,કોમ્પ્યુટર લેબ,ધોરણદીઠ વાલીઓનું કોન્ટેક ગૃપ પણ આવી શાળા હકીકતમાં છે.સાંતરવાડા સરકારી પ્રાથમિક શાળા આવી જ શાળા છે. જ્યાં આ બધી જ સુવિધાઓ સાથે એવી અનેક વિશેષતાઓ છે જે ખાનગી શાળાને પણ પાછળ મુકી દે.એટલે જ આ શાળામાં ગરીબથી લઈ પૈસાદાર પરિવારોના બાળકો સાથે જ ભણે છે. વિસ્મય પમાડે તેવી વાત એ છે કે, સાંતરવાડા તથા આસપાસના ગામોની અનેક મહિલાઓ એવી છે કે, જેઓ બીજા ગામે પરણી છે પરંતુ, પોતાના બાળકોને સારું સાંતરવાડાની પ્રાથમિક શાળા સરકારી,પણ શિક્ષણની સુવિધામાં ખાનગીથી આગળ શિક્ષણ મળી રહે તે માટે તેઓને પોતાના પિયરમાં રાખે છે અને સાંતરવાડા સ્કૂલમાં જ ભણાવે છે. શાળામાં 30 ટકા બાળકો એવા છે કે, જેઓ મોસાળમાં રહીને અહીં અભ્યાસ કરે છે અને તેથી જ શાળાને મામાની સ્કૂલ તરીકેનુ હુલામણુ નામ પણ મળ્યું છે.શિક્ષકો અને વાલીઓ પોતાના ખર્ચે કરે છે ડેવલોપમેન્ટ શાળાના આચાર્ય જીગ્નેશ ત્રિવેદી કહ્યું છે કે, સાતરવાડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો વાલીઓ ગ્રામજનો પણ શાળા ના વિકાસ માં મદદરૂપ થાય છે.શિક્ષક ગણ પોતાના શુભ પ્રસંગે બાળકોનાં શિક્ષણ માં ઉપયોગ માં આવે તેવી ભેટ અર્પણ કરે છે વાલીઓ પણ બાળકોનાં શાળા પ્રવેશ વખતે શાળામાં ઉપયોગી ભેટ આપતા હોય છે.ગ્રામજનો પણ શાળાના વિકાસ માટે આર્થિક સહકાર આપવા હંમેશાં તત્પર હોય છે.સરકારી ગ્રાન્ટ અને બધાનાં સહકારથી અમારી શાળામાં તમામ સુવિધાઓ છે જે એક સારી ખાનગી શાળામાં હોય છે. આગામી સમયમાં શાળાના વર્ગખંડોને એરકન્ડીશન કરવાની પણ યોજના છે. અઠવાડીક પ્રવૃત્તિઓ શાળાનું મહત્વનું પાસુ છે. શાળામાં શિક્ષણ સાથે દરેક તહેવાર ,રમત ગમત,સરકારી કાર્યક્રમ, વ્યક્તિ વિશેષ, સ્વચ્છતા, ટેકનોલોજી,આરોગ્ય વિશે પ્રેકટીકલ વિચાર આપવામાં આવે છે. શાળાનાં શિક્ષક ધનશ્યામ ભાઈ પ્રજાપતિ કહે છે કે અમારી અઠવાડિક પ્રવૃત્તિમાં બાળકોને જૂદા જૂદા કાર્યક્રમ કરી પ્રેક્ટિકલ વિચારધારા પર જોર આપીને જૂદી જૂદી સરકારી ઓફિસ ની મૂલાકાત, કરંટ ઈસ્યુ પર ક્વિઝ,કેટવોક ,વેશભૂષા, આનંદમેળા વગેરે ખાનગી શાળામાં થાય તેવા કાર્યક્રમ કરીને બાળકો ને ટેલેન્ટેડ બનાવવાનાં પ્રયાસ કરીએ છીએ.તેમાં સફળતા પણ મળે છે.સંસ્કાર સિંચન માટે રવિવારે શાળામાં સ્વાધ્યયની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.ગામનાં આગેવાન ચૌધરી પૂરાભાઈ મોતીભાઈ જણાવે છે કે આમારા ગામની શાળા આમારી શાન છે. શાળાનાં શિક્ષક પરિવારની મહેનત જોઈ આનંદ થાય છે અમારા નાનકડા ગામમાં પ્રાઇવેટ શિક્ષણ ને ય ટક્કર મારે એવું શિક્ષણ આપતી સરકારી શાળા છે.

સુવિધાઓથી સજ્જ છે આ શાળા

  • - પ્રોજેક્ટર ઉપર હાઈટેક એજ્યુકેશન
  • - જમવા માટે ઓપન એર ડાયનીંગ ટેબલ
  • - ઈન હાઉસ પેઈન્ટીંગ મ્યુઝિયમ
  • - સાયન્સ ફિલ્મનું પ્રદર્શન
  • - મોટિવેશનલ લેક્ચર્સ
  • - સંસ્કૃત પાઠ માટે યજ્ઞભૂમિ
  • - રમત - ગમત માટે વિશાળ મેદાન
  • - વિશાળ બગીચો
  • - ઔષધ બાગ
  • - મિનરલ અને ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા
  • - નિયમિત વાલી મિટિંગ
  • - નિયમિત માતૃ મિટિંગ
  • - શાળા પ્રાંગણમાં સરસ્વતી માતાનું મંદિર
  • - વાલી કોન્ટેક્ટ માટે ધોરણ દીઠ વોટ્સએપ ગ્રુપ
  • - રામહાટ
  • - ખોયાપાયા
  • - અક્ષયપાત્ર
  • - બચત બેંક
  • - અદ્યતન કમ્પ્યુટર લેબ
  • - સ્માર્ટ ટોયલેટની સુવિધા
  • - બેસ્ટ શાળાનો એવોર્ડ
  • - ગ્રીન શાળાનો એવોર્ડ
  • - સ્વચ્છ શાળાનો એવોર્ડ
  • - અનુપમ શાળા એવોર્ડ

Download Our B K News Today App



Related News