પ્રણવદાએ મોદીના સપનાને લઇને કર્યો ધડાકો, આ ટાર્ગેટ પૂરો કરવો શક્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-25 13:21:45
  • Views : 410
  • Modified Date : 2019-08-25 13:21:45

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ કહ્યું કે 2024-25 સુધી પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાથી સરકારે મહત્વાકાંક્ષી લક્ષ્યને વિઝનરી આર્થિક પ્રબંધનના માધ્યમથી હાંસલ કરી શકાય છે. મુખર્જીએ કહ્યું કે જીએસટીમાં વધારે સ્પષ્ટતાની જરૂરત છે અને ગત વર્ષથી અર્થવ્યવસ્થામાં મંદીના કેટલાક સંકેત નજરે પડવા લાગ્યા હતા. જેનાથી જીડીપી વૃદ્ધિ દર ઓછો થઇ ગયો છે.

એસોસિએશન ઑફ કૉર્પોરેટ એડેવાઇજર્સ એન્ડ એક્ઝિક્યુટિવ્સના આયોજિક સત્રમાં તેમણે કહ્યું, જો નાણા વ્યવસ્થાનું યોગ્ય રીતે દૂર દ્વષ્ટિની સાથે સંચાલન કરવામાં આવે તો પાંચ હજાર અરબ ડૉલરની અર્થ વ્યવસ્થાનું લક્ષ્ય હાંસલ કરી શકાય છે. રોકાણ વગર અર્થ વ્યવસ્થામાં વૃદ્ધિ નહીં થાય.

જીએસટી અંગે મુખર્જીએ કહ્યું, જીએસટી લાગૂ થયા બાદ ઘણા કરનો અંત આવ્યો છે. પરંતુ તેમા સરકાર તરફથી વધારે સ્પષ્ટતા હોવી જોઇએ જેથી અનુપાલન યોગ્ય થઇ શકે. વધતા કોર્પોરેટ છેતરપીંડિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ગત કેટલાક વર્ષોમાં આ પ્રકારના ગોટાળા ઘણા વધી ગયા છે.ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીનું સપનુ છે કે ભારત 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમીને પાર કરી દેશે.

Download Our B K News Today App



Related News