ભાભરના ચાત્રા ગામે પ્રા.શાળામાંથી 2 કમ્પ્યુટર ચોરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:33:33
  • Views : 406
  • Modified Date : 2020-07-24 11:33:33

ભાભર તાલુકાના ચાત્રા ગામની પ્રાથમિક શાળામાંથી સોમવારે રાત્રિના સમયે બે કમ્પ્યુટરની ચોરી થતાં શાળાની શિક્ષીકાએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચાત્રા ગામની પ્રાથમિક શાળામાંથી સોમવારે રાત્રિના સમયે શાળામાં વર્ગખંડમાંથી કમ્પ્યુટરના બે મોનિટર, બે સીપીયુ સહિત 15 હજારના મુદ્દામાલની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. જે અંગે એસ.એમ.સી. કમિટીના સભ્યોના ઠરાવ કર્યા બાદ ગુરુવારે શાળાના શિક્ષિકા પાર્વતીબેન કાનજીભાઈ કટારાએ ભાભર પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News