જેસુંગપુરા પ્રા.શાળામાં વાંચન સ્પર્ધા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 18:02:38
  • Views : 416
  • Modified Date : 2020-02-29 18:02:38

જેસુંગપુરા પ્રા.શાળામાં વાંચન સ્પર્ધા યોજાઇ પાલનપુરના સમગ્ર  પંથકમાં સી.આર.સી. કો.ઓ.   અહમઅલી પોલરા દ્વારા પ્રાથમિક શાળાઓમાં પૂરતા પ્રમાણમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે કે નહીં તેની ચોક્કસ ખાતરી અને ખૂટતી વિગતો શિક્ષકોને તેમના દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં  જેસુંગપુરા પ્રાથમિક ત્યારે તાજેતરમાં   મલાણા સેન્ટરની સી.આર.સી. કક્ષાની ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ની વાંચન સ્પર્ધા જેસુંગપુરા પ્રાથમિક શાળામાં યોજાઇ અને સેન્ટર તેમજ કુલ ૧૦ શાળાના વિજેતા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગમાં જેસુંગપુરા પ્રાથમિક શાળાના આચાર્ય  નાથાભાઈ દ્વારા સ્પર્ધકો અને શાળાના તમામ બાળકોને તેમના દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું હતું.  વાંચન સ્પર્ધા ખુબ જ સરસ અને સુંદર વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. આ સ્પર્ધાના વિજેતા ધોરણ ૩ થી ૫ માં બારોટ ઉત્સવ મહેશભાઈ મલાણા અને ધોરણ ૬ થી ૮ માં ચૌહાણ માનસી નરેશભાઈ  લુંણવા વિજેતા બન્યા હતા. આ  વિજેતા બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  અન્ય તમામ સ્પર્ધકોને શાળા પરિવાર વતી કંપાસ બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો ઓ. અહમઅલી પોલરા અને મલાણા પે .કેન્દ્ર આચાર્ય ભરતભાઇ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં તમામ પેટા શાળાના આચાર્યોઉપસ્થિત રહ્યા હતા. આ  પ્રસંગે તમામ મહેમાનોએ ભોજન લઈને  વિદાય આપવામાં આવી હતી.



Download Our B K News Today App



Related News