આદિવાસી મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 15:46:32
  • Views : 443
  • Modified Date : 2020-01-02 15:48:28

આરસીઈપીના કરાર મામલે દેશ અને રાજ્યમાં વિરોધ થઈ રહ્યો હતો. દેશમાં વડાપ્રધાને પશુપાલકોના વિરોધ બાદ આ કરાર પર વૈશ્વિક દબાણ હોવા છતાં આરસીઈપીના કરાર રદ્દ કર્યા છે. વિદેશી ડેરી અને તેની દૂધ પ્રોડક્ટને દેશમાં આવતી અટકાવવા બદલ પશુપાલકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો આભાર માની રહ્યા છે. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી છે. જિલ્લામાં ૪ લાખ પશુપાલકોના આવકનો મુખ્ય સ્ત્રોત ડેરીની આવક છે. દેશમાં આરસીઈપીના કરાર પર જો વડાપ્રધાન મોદીએ હસ્તાક્ષર કર્યા હોત તોવિદેશી ડેરી અને તેની પ્રોડક્ટ સરળતાથી દેશમાં આવી વેપારમાં પોતાનું સ્થાન બનાવી વ્યાપાર વધારી મોટો નફો રળી લેત, જેના કારણે દેશના પશુપાલકો અને ડેરી ઉદ્યોગને માઠી અસર પહોંચવાની સંભાવના હતી. દેશમાં  આરસીઈપી કરારનો વિરોધ થતો હતો. વડાપ્રધાન મોદીએ દેશના પશુપાલકો અને ડેરી ઉદ્યોગના હિતમાં જે નિર્ણય લીધો છે તેને બનાસકાંઠાના પશુપાલકો વધાવી રહ્યા છે. બનાસકાંઠામાં બનાસ ડેરી સાથે જોડાયેલા ૧ હજાર પશુપાલકોએ પોસ્ટકાર્ડ લખી કરાર પર સહી ન કરવા બદલ તેમનો આભાર માની રહ્યા છે. દેશના ડેરી ઉદ્યોગ બચાવવા માટે ગામે ગામ દૂધ મંડળીઓના ખાતેદારો એકઠા થઇ વડાપ્રધાન મોદીનો આભાર માની રહ્યા છે. વિદેશી દૂધ ડેરીઓ દેશમાં પ્રવેશતા દેશની દૂધ ડેરીઓને મોટું નુકસાન હતુ. દેશમાં તેઓ પોતાનું આધિપત્ય જમાવવા માટે પહેલાં સસ્તા ભાવે દૂધ વેચાણ કરી બજાર પર કબ્જો કરતા જેના કારણે દેશની જે દૂધ ડેરીઓ પશુપાલકોને જે ભાવ આપે છે તેમાં ઘટાડો થતો. જેથી દેશમાં પશુપાલનમાં ઘટાડો થતો અને મોટી સંખ્યામાં પશુઓ સેલટર હાઉસમાં ઘકેલાતા. પશુપાલકો અને દેશની ડેરીઓના હિતમાં વૈશ્વિક દબાણ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરસીઈપીના કરાર પર હસ્તાક્ષર ન કર્યા. અને લાખો પશુપાલકો અને ડેરીઓના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે.

 

Download Our B K News Today App



Related News