પોસ્ટલ બચત ખાતામાં મીનીમમ બેલેન્સ રૂ. ૫૦૦ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-27 17:56:44
  • Views : 676
  • Modified Date : 2020-01-27 17:56:44

પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતુ હોય તો હવે તમારે મીનીમમ બેલેન્સ રૂ. ૫૦૦ રાખવુ પડશે. પોસ્ટ વિભાગે બચત ખાતાનું મીનીમમ બેલેન્સ રૂ. ૫૦થી વધારી ૫૦૦ રૂ. કરી દીધુ છે. આમ ૧૯ ડીસેમ્બર ૨૦૧૯ સુધી ૧૩ કરોડ બચત ખાતાઓમાં મીનીમમ બેલેન્સ રૂ. ૫૦૦થી ઓછુ હતુ. જેના કારણે પોસ્ટ ઓફિસની વડી કચેરીએ દેશભરની પોસ્ટ ઓફિસોને જણાવ્યુ  છે કે મીનીમમ બેલેન્સ જાળવી રાખવા માટે તેઓ ગ્રાહકોનો સંપર્ક કરે કારણ કે આવુ ન કરવાથી પોસ્ટ ઓફિસને વર્ષે ૨૮૦૦ કરોડનું નુકશાન થાય છે. જો ખાતામાં ઓછામાં ઓછા ૫૦૦ રૂ નહી હોય તો ખાતામાં પેનલ્ટી લાગશે અને ભવિષ્યમાં  જ્યારે ખાતામાં રકમ જમા થશે તો પેનલ્ટી કાપી લેવાશે. પોસ્ટઓફિસના સેવિંગ એકાઉન્ટમાં મીનીમમ બેલેન્સ ન રહે તો નાણાકીય વર્ષના અંતિમ દિવસે આ ખાતામાંથી રૂ. ૧૦૦ કાપી લેવાશે. જે પ્રક્રિયા દર વર્ષે કરાશે.  જો આ ખાતમાં ૦ બેલેન્સ થઈ જશે તો ખાતુ આપોઆપ બંધ કરી દેવાશે.

Download Our B K News Today App



Related News