રેડ કરવા ગયેલી પોલીસ પર જુગારીઓનો પથ્થરમારો, 3 પોલીસકર્મીને ઇજા, 6 જુગારીની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 11:31:28
  • Views : 447
  • Modified Date : 2020-03-11 11:31:28

શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ પર બેફામ બનેલા જુગારીઓએ હુમલો કર્યો હતો. જુગારીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ત્રણ જેટલા પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે બી ડિવિઝન પોલીસ રાત્રીના સમયે ખાનગી કારમાં રેડ કરવા ગઇ હતી. જુગારીઓએ પથ્થરમારો કરી કારના કાચ તોડી નાંખ્યા હતા. પોલીસે 6 જુગારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News