ધાનેરામાં વ્યાજખોરોને પોલીસે છોડી મૂકાતા તર્ક વિતર્કો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 12:55:50
  • Views : 660
  • Modified Date : 2020-03-17 12:55:50

ધાનેરામાં વ્યાજખોરોને પોલીસે છોડી મૂકાતા તર્ક વિતર્કો  


ધાનેરામાં વ્યાજખોરોના ત્રાસના લીધે અગાઉ પણ ત્રણ લોકોએ મોતને વ્હાલુ કરેલ છે. ત્યારે ધાનેરામાં ૧૫ જેટલા વ્યાજખોર ઇસમો સામે ધાનેરાના એક ઇસમે ૨૬ ફ્રેબ્રુઆરીના રોજ એસ.ઓ.જી. ની ટીમ દ્વારા ફરિયાદ લેવામાં આવતા ધાનેરાના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પરંતુ આ વ્યાજખોરોને ધાનેરા પોલીસ દ્વારા જામીન લીધા વગર છોડી મૂકવામાં આવતા લોકો પોલીસ સામે આક્ષેપો કરી રહ્યા છે.ધાનેરામાં લાયસન્સ વગર ધીરધાના ધંધાઓ બેફામ ચાલી રહ્યા છે અને તેમાં પણ ૧૦ થી ૩૦ ટકા વ્યાજે રૂપિયા આપવાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. ત્યારે ૨૬ ફેબ્રુઆરીના રોજ ધાનેરા ખાતે ગુરૂ જલધારા મીનરલ વોટરનો ધંધો કરતા મૌલિક જયંતિભાઇ પટેલ દ્વારા ધાનેરામાં વ્યાજનો ધંધો કરતા ૧૫ અલગ અલગ ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. તેના વ્યાજ સાથે રૂપિયા પરત કરવા છતાં પેનલ્ટીઓની મોટી રકમો વસુલ કરીને ઉઘરાણીઓ ચાલુ રાખતા હોવાથી તેમજ જાનથી મારી નાંખવાની ધાક ધમકીઓ આપતા હોવાથી તેના પિતાએ જિલ્લા પોલીસવડાને ૧૫ જેટલા વ્યાજખોરો સામે પગલાં ભરવા અરજી કરતાં પોલીસવડાએ આ અરજીની તપાસ એસ.ઓ.જી. ટીમને સુપરત કરતાં એસ.ઓ.જી. ની ટીમ દ્વારા અરજદારને બોલાવી આ બાબતે વિગતવાર ફરિયાદ લેવામાં આવી હતી. તે ફરિયાદ ધાનેરા મોકલી આપવામાં આવતા ધાનેરા પોલીસે ૧૫ ઇસમો સામે ફરિયાદ દાખલ કરીને તપાસ પી.એસ.આઇ. ડી.જે.મરંડને સોપવામાં આવી છે. તે વાતને ૧૫ દિવસ વિતવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ બાબતે ફરી પોલીસવડાને રજૂઆત થતાં ધાનેરા પોલીસે આ ૧૫ પૈકીના ૧૨ આરોપીઓને પોલીસ મથકે બોલાવી તેમના જવાબો લઇને છોડી મૂકવામાં આવતા પોલીસ સામે અનેક આક્ષેપો થવા પામ્યા છે. 


Download Our B K News Today App



Related News