ખેડબ્રહ્મા શહેર ખાતે બીજા દિવસે પોલીસે બજારો બંધ કરાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 14:36:51
  • Views : 404
  • Modified Date : 2020-03-24 14:36:51

ખેડબ્રહ્મા શહેર ખાતે  બીજા દિવસે પોલીસે  બજારો બંધ કરાવ્યા

સમગ્ર રાજયમાં કોરોના  વાયરસે હાહાકાર મચાવ્યો છે જેના સાવચેતના પગલારૂપે જિલ્લા કલેકટર દ્વારા લોકોને સાવચ  ેત રહેવા તથા તકેદારી રાખવા જણાવી ડરવાની નહી 

પરંતુ સાવચેતી રાખવા આદેશ કરવામાં આવ્યા છે. જે મુજબ ૧૪૪ કલમનો પણ અમલ કરવામાં  આવી રહયો છે. જે અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા શહેરના બજારો બંધ રખાવવા માટેની કાર્યવાહી સવારથી જ કરવામાં આવી હતી. જેમાં ખેડબ્રહમા પી.એસ.આઈ. વી.એલ. પટેલ તથા પોલીસ તંત્રના તમામ અધિકારીઓ બજારો બંધ કરાવવા  માટે નીકળ્યા હતા. પોલીસ મોબાઈલવાન ધ્વારા તથા નગરપાલિકા પ્રશાસન તરફથી ચારથી વધુ વ્યકિતઓએ ભેગા ન થવા બાબતે પણ એનાઉન્સ કરવામાં આવ્યું હતું. શહેરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં કરીયાણાની દુકાનો, મેડીકલ  સ્ટોર્સ તથા શાકભાજી સિવાયના તમામ ધંધાઓ બંધ રાખવા સુચનાઓ આપવામાં આવી હતી. તેનો કડક અમલ કરવા પોલીસ પ્રશાસન તરફથી  જણાવ્યું હતું. આ સિવાય રીક્ષા, જીપો જેવા વાહનો પણ બંધ રાખવાની સૂચના આપી હતી. કોરોના   વાયરસના પગલે જાહેર જનતાને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. જાહેરનામાં મુજબ તથા ૧૪૪ કલમ અનુસંધાને બેથી ચાર વ્યકિતઓ કરવા વધુ લોકો ભેગા થશે તો તેમની સામે કાયદાકીય કડક પગલા લેવામાં    આવશે.  જનતા કરફયુના બીજા દિવસે 

પણ શહેરના બજારો સુમસામ હાલતમાં નજરે આવી રહ્યા હતા.  શહેરના તમામ બજારો ૩૧ મી માર્ચ સુધી સદંતર બંધ રાખવા તથા આદેશનું પાલન કરવા પણ કહેવામાં આવી રહ્યુ છે. આ સમયે ખેડબ્રહ્મા નાયબ કલેકટર કે.એસ. મોદીએ પણ શહેરના વિવિધ વિસ્તારો, બજારોનું નિરીક્ષણ કરી પોલીસ પ્રશાસન સાથે શહેરના બજારો બંધ રાખવા અંગે મંત્રણાઓ કરી હતી. ખેડબ્રહમા યુવા  ગ્રુપ દ્વારા વિનામુલ્યે માસ્કનુ પણ વેચાણ કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News