થરા પોલીસના કર્મચારીઓને શખ્સે ફોન પર ધમકી આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 11:35:22
  • Views : 669
  • Modified Date : 2020-07-06 11:35:22

 કાંકરેજના ઉણ ગામના શખ્સે થરા પોલીસ મથકના પોલીસ કર્મીઓને ટેલિફોનિક અપશબ્દો બોલી મારવાની ધમકીઓ આપી તેમજ પોલીસ મથકના અધિકારી સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ બનાવી પોલીસ ખાતાની છબી ખરડવાનું કૃત્ય આચરવા મામલે પોલીસકર્મીએ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને પોલીસ લાઇનમાં રહેતા વસંતભાઇ નટવરભાઈ પરમારને 29 જૂને કાંકરેજના ઉણ ગામના અશ્વિન કુંભાર નામના શખ્સે ફોન કરી જાતિ અપમાનિત શબ્દો બોલ્યા હતા. સાથે જ પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ય કર્મીઓને પણ અપશબ્દો બોલી માર મારવાની ધમકીઓ આપી તેમજ પોલીસ મથકના અધિકારીઓ સાથે કરેલી વાતચીત તેમજ પોલીસ મથકના ટીઆરબીમાં ફરજ બજાવતા પ્રકાશકુમાર મકવાણા સાથે કરેલી વાતચીતનું રેકોર્ડિંગ કરી ઓડિયો ક્લિપ બનાવી પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પોલીસ ખાતાની છબી ખરડાય તેવું કૃત્ય આચર્યું હતું. જે મામલે પોલીસકર્મી વસંતભાઇ પરમારે કૃત્ય આચરનારા અશ્વિન કુંભાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News