પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું- પોલીસખાતામાં 10,989 નવી જગ્યા ભરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 14:30:13
  • Views : 429
  • Modified Date : 2020-03-13 14:30:13

વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગની અંદાજ પત્રિય માગણીઓમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સલામત ગુજરાત નહીં, બિનસલામત ગુજરાતનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપને ફગાવતા ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, શાંતિ,ન્યાય અને સંસ્થાકીય મજબૂતીના નીતિ આયોગના મુલ્યાંકનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આમછત ટેકનોલોજીના વિકસતા જતા યુગમાં ગુનાઓ પણ હાઇ-ફાઇ બન્યા છે, ત્યારે સાયબર ક્રાઇમ સહિત અન્ય ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરાશે. ગૃહ રાજય મંત્ર પ્રદિપસિંહ દ્વારા રજૂ કરાયેલા ગૃહ વિભાગની વર્ષ 2020-21ની રૂ. 7503 કરોડની અંદાજપત્રિય જોગવાઇઓને મંજૂર કરવામાં આવી હતી. આ જોગવાઇની વિસ્તૃત છણાવટ કરતા તેમણે કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 10,989 નવી જગ્યાઓ ભરાશે. તેમણે કહ્યું હતું કે, કાયદો વ્યવસ્થાની ઉત્તમ જાળવણી માટે ગુજરાત પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરીની નોંધ લઇને રાષ્ટ્રપતિ દ્વારા ‘પ્રેસીડેન્ટ કલર્સ’થી સન્માનીત કરાયા છે, એટલું જ નહીં, રૂ. ૩.૪૩ લાખ કરોડના વિદેશી મુડી રોકાણના કમીટમેન્ટ સાથે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપનો જવાબ આપતા પ્રદિપસિંહે કહ્યુ હતું કે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના રીપોર્ટ મુજબ ગંભીર ગુનાઓમાં ગુજરાતનો ક્રાઇમ રેટ ખૂબ ઓછો છે. હોમગાર્ડના સંખ્યાબળમાં 4528નો વધારો કરી કુલ સંખ્યા બળ 49808 કરવાનું આયોજન. પોલીસ કોમ્યુનીકેશનને વધુ અધ્યતન બનાવવા માટે રાજકોટ શહેર અને સુરત શહેરમાં ડીઝીટલ પધ્ધતિ ઉપર આધારિત 4G LTE (લોંગ ટર્મ ઇવોલ્યુશન) સીસ્ટમ માટેનો પાયલોટ પ્રોજેકટ – હેન્ડ હેલ્ડ વાયરલેસ સેટથી પણ મોબાઇલ ફોન જેવી કામગીરી થશે રાજ્યની ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રિય દરજ્જો. 2500 પોલીસ કર્મચારીઓ / અધિકારીઓ માટે કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર, કઠલાલ તાલુકાના ખલાલ ખાતે પોલીસ કર્મીઓ માટે નવું તાલીમ સેન્ટર બનાવાશે. હવે ગુજરાતમાં ગુજસીટોકના કાયદા ઉપરાંત ગુંડા એક્ટ, પાસાના કાયદાને સખ્ત કડક બનાવાશે. ગૃહ વિભાગ હેઠળ કાર્યરત વિભાગોમાં 10,989 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે પૈકી પોલીસ વિભાગમાં 10,506 જગ્યા, રાજ્યની જેલ અને વડી કચેરીમાં 260 જગ્યાઓ, ફોરેન્સિક સાયન્સ લેબ માટે 34 જગ્યાઓ, એ.સી.બી. માં 182 જગ્યાઓ ભરાશે. ઉપરાંત ગૃહ વિભાગ હેઠળ કાર્યરત કચેરીઓને અદ્યતન ઇમરજન્સી રીસપોન્સ એન્ડ સપોર્ટ સીસ્ટમ વાહનોની ફાળવણી માટે રૂ. 1010.06 કરોડની કરોડની અંદાજપત્રીય જોગવાઇ, જેમાં ERSS પ્રોજેક્ટ અંતર્ગત 310 PCR વાન, ચેતક કમાન્ડો યુનિટ માટે 05 વાહનો સહિત વિવિધ કચેરીઓમાં વાહનો ખરીદી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સંગીન બનાવાશે.

Download Our B K News Today App



Related News