દાંતીવાડાના ખંડણી માંગનાર પોલીસકર્મી વિનોદ ચૌધરીની હેડક્વાર્ટર ખાતે બદલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 12:27:51
  • Views : 1102
  • Modified Date : 2020-07-08 12:27:51

 દાંતીવાડાના નાંદોત્રા ગામના બાઇક સવાર બે યુવકનો પોલીસ કોન્સ્ટેબલે દારૂની ગાડીઓનું પેટ્રોલિંગ કરી ધંધો કરતો હોવાની વહેમ રાખી કારથી પીછો કર્યો હતો,જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ચૌધરીની કાર બે કાબુ બનતા પલટી મારી ગઈ હતી, જેનો ખર્ચ વસુલ કરવા વિનોદ ચૌધરીએ બાઇક સવાર વિક્રમસિંહ અને સહદેવસિંહને સરકારી વાહનમાં ઉઠાવી દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી રૂપિયા એક લાખની ખંડણી માંગવાનો મામલો જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. ખંડણી પ્રકરણને પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ થી માંડી દરેક પોલીસકર્મીઓ દ્વારા આ પ્રકરણ દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,ત્યારે આ અહેવાલ અખબારમાં પ્રસારિત થતા ખંડણી માગનાર પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ચૌધરીની જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. નાંદોત્રા ઠાકોરવાસમાં બે બાઇક સવાર વિક્રમસિંહ અને સહદેવસિંહની ગેરકાયદેસર અટકાયત કરી પોલીસ મથકમાં ગોંધી રાખી પીડિત પાસે રૂપિયા એક લાખની ખંડણી માંગનાર પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ચૌધરીની મંગળવારના તાત્કાલિક અસરથી જિલ્લા હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પણ ખંડણી પ્રકરણને દબાવી દેવા ધમપછાડા કરી પીડિતને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. જેને લઈ પીડિતે ન્યાયની માગ સાથે મંગળવારના ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ મહાનિર્દેશક, માનવ અધિકારી પંચ,ગુજરાત વિજીલીયન્સ કમિશ્નર સહિત જિલ્લા કલેકટર અને પોલીસ અધિકક્ષક ને લેખિત અરજી કરી છે. દાંતીવાડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ચૌધરીએ પી.એસ.આઈ.નો ખાસ હોવાની સાથે વહીવટદાર બની અનેક લોકો પાસે તોડબાજી કરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જે બાબતે ઉચ્ચ કક્ષાથી તપાસ થાય તો અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે.અમે ઉચ્ચ કક્ષાએ ફરી લેખિતમાં ફરિયાદ આપી રજુઆત કરી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ચૌધરીને દાંતીવાડા પી.એસ.આઈ એ.આર ચૌધરી અને પાલનપુર ACB ના પી.આઈ કે.જે પટેલ છાવરતા હોવાથી તેમની વિરુદ્ધ ખાતાકીય તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. દાંતીવાડા પી.એસ.આઈ એ 25 જૂનના જવાબ લખવ્યો હતો. તે સમય દરમિયાન દબાણ લાવી ધમકી આપી કોરા કાગળ ઉપર સહી લઈ અગાઉ કરેલી અરજી ખોટી રીતે ફાઇલે કરી દીધી છે > રામસિંહ વાઘેલા, અરજદાર, નાંદોત્રા પોલીસ કોન્ટેબલ વિનોદ ચૌધરીની જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલે કડક વલણ અપનાવતા તાત્કાલીક અસરથી જિલ્લા હેડક્વાર્ટર ખાતે બદલી કરી દીધી છે,અને તપાસ પાલનપુર ડી.વાય.એસ.પી આર.કે પટેલને સોપી છે.

Download Our B K News Today App



Related News