છાણી કેનાલમાંથી માનવ કંકાલના અવશેષો મળ્યા, કંકાલ શેખ બાબુનું છે કે નહીં તેની CID ક્રાઇમ તપાસ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 15:20:39
  • Views : 357
  • Modified Date : 2020-10-20 15:20:39

            શેખ બાબુ હત્યા કેસમાં CID ક્રાઇમને આજે મોટી સફળતા મળી છે. કેનાલ ખાલી કરાવ્યા બાદ આજે CID ક્રાઇમ, વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ તથા અન્ય એજન્સીઓ દ્વારા સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માનવ કંકાલના અવશેષો મળ્યા છે. આજે CID ક્રાઇમે છાણી કેનાલમાં અંડરવોટર કેમેરાની મદદથી લાશની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કંકાલના અવશેષો મળ્યા છે. જોકે કંકાલના અવશેષો શેખ બાબુના છે કે નહીં તેની CID ક્રાઇમ તપાસ કરશે. આ કેસમાં 6 આરોપી પોલીસકર્મીઓ હાલ જેલમાં બંધ છે, જોકે તેઓએ લાશને ક્યાં ફેંકી તે અંગે કોઇ માહિતી આપી ન હોવાથી ગાંધીનગર CID ક્રાઇમની ટીમે ફતેગંજ પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી કેનાલમાં શેખ બાબુની લાશની શોધખોળ હાથ ધરી હતી. જેના માટે કેનાલમાં ખાલી કરાવી દેવામાં આવી હતી10 ડીસેમ્બર 2019ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના LRD પંકજ સહિત ત્રણ પોલીસ કર્મીઓ શેખ બાબુને ટીપી-13 વિસ્તારમાંથી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જ્યાં પોલીસ સ્ટેશનના તત્કાલિન PI, PSI અને 4 LRDએ શેખ બાબુને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધી ઢોર માર્યો હતો. જેમાં શેખ બાબુનુ મોત થયું હતું. જેથી પોલીસકર્મીઓએ મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી દીધો હતો. ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલી કેનાલમાં વહેલી સવારે પોલીસ, વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ તથા SDRF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર ડિપાર્ટમેન્ટના લાશ્કરો દ્વારા અંડર વોટર સર્ચ કેમેરાની મદદથી શેખ બાબુની લાશની ભાળ મેળવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પંચવટી ગેટ નંબર 2 પાસે માનવ કંકાલના અવશેષો મળ્યા હતા. કંકાલના આવશેષો જોવા મળતાની સાથે જ ફાયરના જવાનોએ ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી. કંકાલ અવશેષોની જાણ થતાંની સાથે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા. પરંતુ, આ કંકાલના અવશેષો શેખ બાબુના છે, કે નહીં તે તપાસનો વિષય છે. પંચવટી ગેટ-2 પાસે મળેલા માનવ કંકાલના અવશેષોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારબાદ તેની ફોરેન્સિક તપાસ થશે અને DNA ટેસ્ટ કરવામાં આવી શકે છે. તમામ પ્રકારની ચકાસણી બાદ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થશે.તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ, PSI દશરથ રબારી, 4 કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ, રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ થતાં તમામ આરોપી ફરાર થઇ ગયા હતા. શેખ બાબુ હત્યા પ્રકરણની તપાસ ગાંધીનગર CID ક્રાઇમને સોંપવામાં આવી હતી અને CID ક્રાઇમને તપાસ સોંપાયાના ગણતરીના દિવસોમાં જ 6 આરોપી પોલીસકર્મી હાજર થયા હતા. જેથી તમામને કોર્ટમાં રજૂ કરી 10 દિવસ એટલે કે, 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી, પરંતુ, 10 દિવસના રિમાન્ડ દરમિયાન પણ CID ક્રાઇમ શેખ બાબુની લાશનો પત્તો મેળવી શકી નહોતી અને 6 આરોપી પોલીસકર્મીઓના રિમાન્ડ પર્ણ થતાં CID ક્રાઇમે તમામને કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી, જોકે, વડોદરા કોર્ટ રિમાન્ડ અરજી નામંજૂર કરીને 6 પોલીસ કર્મીઓને જેલ હવાલે કર્યાં હતા.

Download Our B K News Today App



Related News