કોરોના ટ્રાયલ વેક્સિનની કામગીરી જોવા પહોંચેલા PMની વિઝિટ સમયે ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સને પોલીસે નીકળવા વ્યવસ્થા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 11:49:44
  • Views : 373
  • Modified Date : 2020-11-28 11:49:44

    અમદાવાદ નજીક આવેલા ચાગોદરની ઝાયડ્સ બાયોટેક પ્લાન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિઝિટ કરી હતી. તેમની મુલાકાત સમયે પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેવા સમયે PM પરત જઇ રહ્યા હતા. તે સમયે હાઇવેનો વાહન વ્યવહાર બધ થતાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. પરંતુ પોલીસે સમય સુચકતા દાખવીને એમ્બ્યુલન્સ અને કોનવે ક્યાંક અડચણ ન આવે તે માટેની વ્યવસ્થા કરી હતી. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝિટ દરમિયાન ચાંગોદર ઝાયડ્સના પ્લાન્ટ પર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. PMના આવતા પહેલા અને જતાં સમયે હાઇવેનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સમયે અન્ય વાહનોની સાથે એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. ત્યારે જિલ્લા પોલીસના અધિકારીઓએ ખાસ સમય સુચકતા દાખવીને એમ્બ્યુલન્સને કોનવે સિવાયના રસ્તા પરથી જવાની વ્યવસ્થા કરી હતી.

Download Our B K News Today App



Related News