પાંથાવાડા પોલીસે 1.89 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 12:33:03
  • Views : 479
  • Modified Date : 2020-07-04 12:33:03

 દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પોલીસ મથકમાં વર્ષ 2018 થી 2019 દરમિયાન ઝડપાયેલા રૂ. 1,89,72,850 ના કિંમતની પર પ્રાંતીય વિદેશી દારૂની બોટલ નંગ-86403 પર બુધવારના ખીંમત ગામની સીમમાં પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ વખતે ધાનેરા નાયબ કલેકટર વાય.પી. ઠક્કર, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.વાળા, નશાબંધી અધિકારી એસ.પી. વાઘેલા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે.ચાવડા તથા પાંથાવાડા પી.એસ.આઇ. એમ.એમ.કુરેશી ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News