પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવારુલ હકે કહ્યું કે અહીંના લોકોનું એકમાત્ર લક્ષ્ય કાશ્મીરને પાકિસ્તાન સાથે ભેળવવાનું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-09 08:51:57
  • Views : 98
  • Modified Date : 2024-01-09 08:51:57

આઝાદ જમ્મુ-કાશ્મીરના વડાપ્રધાન ચૌધરી અનવારુલ હકે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત આઝાદ કાશ્મીરમાં દખલ કરશે તો અમે ભારત પર હુમલો કરીશું. હકે વધુમાં કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો તેમની સરકારને સંપૂર્ણ સમર્થન આપે છે અને તેમની સરકાર બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.આઝાદે કહ્યું કે અહીંના લોકોનું એક જ ધ્યેય છે અને તે છે કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવું. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે લોકો સતત બલિદાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે કાશ્મીરના લોકો પર ભારતની જુલમ અને દમનની નીતિને ઓછી કરી શકાતી નથી. કાશ્મીરી શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પીએમ હકે કહ્યું કે કાશ્મીરના લોકો તે શહીદોના મિશનને ચાલુ રાખશે જેમણે પોતાના લોહીથી આઝાદીની મશાલ પ્રગટાવી હતી.આઝાદ જમ્મુ અને કાશ્મીરના વડા પ્રધાને પીઓકેમાં સ્વતંત્રતાના અવાજને દબાવવા માટે ભારત સરકારની યોજનાઓની નિંદા કરી છે. તેમણે કહ્યું કે મોદી સરકાર પ્રદેશની વસ્તીને બદલવા અને તેના ઇતિહાસ અને સંસ્કૃતિને નષ્ટ કરવા પર તત્પર છે. PoKના PMએ કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કાશ્મીરની જનતાએ આ મામલે ઘણું બલિદાન આપ્યું છે.વડા પ્રધાન અનવારુલ હકે કહ્યું હતું કે ભારતીય કબ્જાવાળી તાકતો દ્વારા કાશ્મીરીઓ પર આચરવામાં આવતા અત્યાચારને રોકવામાં આંતરરાષ્ટ્રીય સમુદાયે તેની યોગ્ય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે કાશ્મીર મુદ્દાનો ટકાઉ ઉકેલ શોધવો જોઈએ અને આ માટે તેણે પોતાની રાજકીય અને રાજદ્વારી તાકાત બતાવવી જોઈએ.મહત્વનું છે કે પાકિસ્તાનમાં ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે તે પહેલા હાલ પાકિસ્તાનમાં કાર્યકારી સરકાર છે. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા જીતવા માટે ભારત વિરોધ કરવાનું શરૂ કરી દીધુ છે અને પાકિસ્તાનના આઝાદ જમ્મુ કાશ્મીરમાં લોકોને ખાવાનું નથી મળી રહ્યું તે ચિંતા કરવાની જગ્યાએ ભારત પર હુમલો કરવાના સપના જોવે છે.

Download Our B K News Today App



Related News