PM મોદીની પ્રશંસાને લઇ કૉંગ્રેસમાં પડ્યા બે ફાડ, હવે સલમાન ખુર્શીદે આપ્યું આવું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 17:20:21
  • Views : 567
  • Modified Date : 2019-09-01 17:20:21

કૉંગ્રેસમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પીએમ નરેન્દ્ર મોદીની ક્યારે પ્રશંસા કરવામાં આવે અને ક્યારે તેમના કામોની ટીકા કરવામાં આવે? આ પ્રશ્નનાં જવાબમાં પાર્ટીનાં તમામ નેતાઓની વચ્ચે મતભેદ જોવા મળી રહ્યો છે. જયરામ રમેશ, શશિ થરૂર અને અભિષેક મનુ સંઘવીએ તાજેતરમાં જ કહ્યું હતુ કે, પીએમ મોદીનાં કામની ટીકા કરવાથી બચવું જોઇએ. હવે આ નેતાઓનાં નિવેદન પર પરોક્ષ રીતે ટિપ્પણી કરતા પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે, “જો પીએમ મોદીનાં સારા કામોની શોધ કરવામાં આવે તો તે ‘ઘાસની ઢગલામાં સોઇ’ શોધવા જેવું છે.

PM મોદીની ફક્ત નિંદા કરવાથી કોઇ લાભ નહીં થાય: જયરામ રમેશ

ખુર્શીદે કહ્યું કે, “જે રીતે દેશને ચલાવવામાં આવી રહ્યો છે, તેનાથી કૉંગ્રેસ ઘણી ચિંતિત છે.” તેમનું આ નિવેદન જયરામ રમેશની એ ટિપ્પણી બાદ સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતુ કે નરેન્દ્ર મોદીનું ગવર્નન્સ મૉડર સંપૂર્ણ રીતે નેગેટિવ સ્ટોરી નથી. તેમણે કહ્યું હતુ કે, “જો આપણે તેમના સારા કામોને નકારતા હંમેશા નિંદા જ કરીએ તો આનાથી કોઈ લાભ નહીં થાય.” ત્યારબાદ શશિ થરૂર અને અભિષેક મનુ સંઘવીએ પણ કહ્યું કે, “પીએમ મોદીની તેમના યોગ્ય કામો માટે પ્રશંસા કરવી જોઇએ.”

ખુર્શીદે કરી પીએમ મોદીનાં કામોની ટીકા

તો હવે ખુર્શીદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “મારા દ્રષ્ટિકોણથી પીએમ મોદીએ શું સારું કર્યું તેની શોધ કરવી ઘાસનાં ઢગલામાંથી સોઈ શોધવા જેવું છે.” મોદીને લઇને જયરામ રમેશ અને અન્ય નેતાઓનાં નિવેદનને લઇને તેમણે કહ્યું કે, તેઓ કોઇ એક નેતાને લઇને પોતાની વાત કહેવા નથી ઇચ્છતા. રમેશ પર તેમણે કહ્યું કે, “તેમણે એ કહ્યું જે તેમણે કહેવું હતુ. દરેક જણ પોતાની રીતે ચીજોને સમજે છે અને તેનું વિશ્લેષણ કરે છે, પરંતુ જેમ કે મે કહ્યું પીએમ મોદીનાં સારા કામો ઘાસનાં ઢગલામાંથી સોઈ શોધવા સમાન છે.”

કૉંગ્રેસમાં ગાંધી પરિવારની ભૂમિકા પર ખુર્શીદે કહ્યું કે, “એ વાતમાં કોઇ બેમત નથી કે પાર્ટી માટે અત્યારે આ પ્રમુખ કેન્દ્ર છે. બીજેપી શું કહે છે અને પરિણામ શું આવે છે, એ અલગ વાત છે. પરંતુ અમે એ માનીએ છીએ કે તેમના કારણે અમારું મનોબળ વધે છે.” પાર્ટીમાં આંતરિક વિખવાદને થાળવા માટે સોનિયા ગાંધીની ભૂમિકાને લઇને ખુર્શીદે કહ્યું કે, નિશ્વિત રીતે તેઓ પાર્ટીને મજબૂત કરવા માટે સક્ષમ છે.

Download Our B K News Today App



Related News