PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસ હારી ગઇ તો શું દેશ હારી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 17:17:42
  • Views : 466
  • Modified Date : 2019-07-17 17:17:42

પીએમ મોદીએ કહ્યું કે, દેશનો નાગરિક દેશ માટે નિર્ણય કરે છે, એ ચૂંટણીમાં સ્પષ્ટ જોઇ શકાય છે. 2019ની ચૂંટણી એક પ્રકારે પાર્ટીથી વધારે દેશની જનતા લડી રહી હતી. જનતા ખુદ સરકારના કામોની વાત લોકો સુધી પહોંચાડતી હતી'. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ક્યારેક ગૃહમાં અમે પણ 2 રહી ગયા હતા. અમને 2 અથવા 3 બસ, કહીને અમારો મજાક ઉડાવવામાં આવતો હતો. પરંતુ અમને કાર્યકર્તાઓ પર વિશ્વાસ હતો. દેશની જનતા પર વિશ્વાસ હતો. અમારામાં પરિશ્રમ કરવાની પરાકાષ્ઠા હતી, અમે પાર્ટીને ફરી ઉભી કરી. ઈવીએમને દોષ નહોતો આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે, 'જેને લાભ ન મળ્યો એ પણ વાત કરી રહ્યો હતો કે એ વ્યક્તિને લાભ મળ્યો છે તો મને પણ લાભ મળશે. આ વિશ્વાસની એક મહત્વપૂર્ણ વિશેષતા છે. પીએમ મોદીએ કહ્યું કે, આટલા મોટા જનાદેશને કેટલાક લોકો કહી રહ્યા છે કે આપ ચૂંટણી જીતી ગયા પરંતુ દેશ ચૂંટણી હારી ગયો. હું સમજુ છું કે, એથી વધારે ભારતના લોકતંત્ર અને જનતા જનાર્દનનું કોઇ અપમાન ન હોઇ શકે. હું પુછવા માંગુ છું કે શું વાયનાડમાં હિન્દુસ્તાન હારી ગયું? શું રાયબરેલીમાં હિન્દુસ્તાન હારી ગયું? 


Download Our B K News Today App



Related News