PM મોદીને મળવા માંગતા હતા ચીની વિદેશમંત્રી, ભારતે કહ્યું, સોરી! નોટ પોસિબલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 11:37:09
  • Views : 259
  • Modified Date : 2022-03-26 11:37:09

ભારત-ચીનના બગડતા સંબંધો વચ્ચે ચીનના વિદેશ મંત્રી અને NSA વાંગ યી શુક્રવારે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. જો કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગતા હતા, પરંતુ ભારત દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એવી માહિતી મળી છે. 

વડાપ્રધાનને મળવા ભારત આવ્યા હતા
પીએમ મોદી શુક્રવારે લખનૌમાં હતા. અને અહેવાલો અનુસાર, વાંગ યી માત્ર વડાપ્રધાનને મળવા ભારત આવ્યા હતા. તે શુક્રવારે પણ તેમને મળવા માંગતા હતા, પરંતુ નવી દિલ્હીમાં વડા પ્રધાન કાર્યાલયે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહને કારણે તેનો ઇનકાર કર્યો હતો. 

 

અઘોષિત મુલાકાતે ભારત આવ્યા હતાં

ચીનનાં વિદેશમંત્રી વાંગ યી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને મળવા માટે ગઈકાલે દિલ્હીના સાઉથ બ્લોક પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પૂર્વી લદ્દાખમાં છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલ મડાગાંઠ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરુવારે અઘોષિત મુલાકાતે ભારત આવ્યા હતાં. 


ડોભાલને આમંત્રણ મળ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર વાંગ યીએ અજીત ડોભાલને મળ્યા બાદ ચીન આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. આ અંગે NSA તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે વર્તમાન મુદ્દાઓનું નિરાકરણ આવ્યા બાદ તેઓ બેઈજિંગની મુલાકાત લઈ શકે છે.

 બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમી પ્રગતિ
વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન શુક્રવારે ચીનના વિદેશ મંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેની વર્તમાન સ્થિતિ, અને સંબંધોની પ્રગતિ ઘણી ધીમી છે. તેમણે કહ્યું હતું કે તેઓ વાંગ યી સાથે મળ્યા હતા અને બેઠક દરમિયાન તેને ઝડપી બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, મે 2020માં ગલવાન ઘાટીમાં અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. દરમિયાન ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી હતી. ચીની પક્ષે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતનો પણ સમય માંગ્યો હતો. જો કે પીએમ મોદીને મળવાની શક્યતા ઓછી જ હતી.

વાંગ યીની આ ભારત મુલાકાત એવાં સમયે થઈ કે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર મુદ્દે તેમના એક નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સંબંધિત મુદ્દો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે અને ચીન સહિત અન્ય દેશોને તેના પર નિવેદન કરીને દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી.

 

જયશંકરે કહ્યું હતું કે એપ્રિલ 2020માં સરહદ પર ચીનની કાર્યવાહી દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને અસર થઈ હતી, અને વાતચીતમાં પણ અવરોધ આવ્યો હતો. બે વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં તણાવની અસર જોવા મળી હતી. 

 

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ચીનના NSA સાથેની વાતચીતમાં સરહદ પર આંતરરાષ્ટ્રીય કરારોના પાલન પર પણ ભાર મૂક્યો હતો. ચીની દળોને સંપૂર્ણ પાછી ખેંચી લેવા જણાવ્યું અને સાથે મળીને દ્વિપક્ષીય સંબંધોને નવા તબક્કામાં લઈ જવાની ચર્ચા કરી.

 

Download Our B K News Today App



Related News