પીએમ મોદીના હસ્તે આજે કચ્છની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ, ઓછા ખર્ચે થશે ઉત્તમ સારવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 10:08:59
  • Views : 249
  • Modified Date : 2022-04-15 10:08:59

 

 

PM મોદી કચ્છની નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કરશે

ભુજમાં લેઉવા પટેલ સમાજ દ્વારા બનાવેલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે

કે.કે.પટેલ હોસ્પિટલનું PM મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

રાજ્યમાં એક બાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યુ છે.  ત્યારે કચ્છ વાસીઓને એક મહત્વની ભેટ મળવા જઇ રહી છે. આજે પીએમ મોદીના હસ્તે  કચ્છની નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ સુવિધાનો પ્રારંભ થતા હવે લોકોએ અદ્યતન સારવાર મેળવવા માટે અન્ય ગામ સુધી નહી જવુ પડે.  કચ્છમાં જ સારામાં સારી મેડિકલ સુવિધા મળી રહેશે.

પીએમ મોદીના હસ્તે લોકાર્પણ 

 

ભુજમાં લેઉવા પટેલ સમાજ દ્વારા કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ નવનિર્મિત હોસ્પિટલનું પીએમ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. સવારે 11 કલાકે તેઓ હોસ્પિટલનું લોકાર્પણ કરશે . આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.

કે.કે.પટેલ હોસ્પિટલમાં કેવી છે સુવિધા ?

અંદાજિત 200 કરોડ ના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 200 એકર જમીનમાં પથરાયેલી આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા છે.  આ હોસ્પિટલમાં યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયાક, ઓનકોલોજી અને ટ્રોમા સેન્ટરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો કેન્સર, કિડની તેમજ ગંભીર અકસ્માતોની સારવાર આ કે. કે. પટેલ હોસ્પિટલ ખાતે જ લોકોને મળી રહેશે. આ હોસ્પિટલને મેગા સિટી જેવી હોસ્પિટલો જેવી સેવારૂપ બનાવવા અમદાવાદના સિમ્સ હોસ્પિટલ સાથે કરાર કરી ત્યાંના તબીબોને પણ અહીં નિમણુંક કરવામાં આવ્યા છે.અત્યાધુનિક મશીન અને ડોક્ટરના સ્ટાફ સાથે આ હોસ્પિટલમાં 200 બેડની ક્ષમતા છે.. જેમાં સાધુ સંતો માટે અલગ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

 

આશીર્વાદ સમાન સાબિત થશે સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ

મહત્વનું છે કે કચ્છના લોકોએ અદ્યતન સારવાર લેવા માટે અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કો ખાવો પડતો હતો. વળી ટ્રોમા સેન્ટર જેવી સુવિધાઓ નહી હોવાને કારણે દર્દીઓના રસ્તામાં જ મોત થતા. વળી જો દર્દીની હાલત વધારે ગંભીર હોય તો  ભુજ ખાતે તબીબો હાથ અધ્ધર કરી લે એટલે ફરજિયાત પણ અમદાવાદ કે રાજકોટ સુધી લાંબુ થવુ પડતુ. આવી સ્થિતિમાં આઇસીયુ ઑન વ્હિલ જેવી સુવિધા ન હોવાને કારણે દર્દીએ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાવાનો વારો આવતો. તેમાં પણ  પશ્ચિમ કચ્છથી પૂર્વ કચ્છ તરફ જતા રસ્તે ભૂજોડી ઓવરબ્રિજ નજીક સતત રહેતી ટ્રાફિકની સમસ્યાને કારણે દર્દીએ હોસ્પિટલ પહોંચવામાં ઘણો સમય લાગી જતો. આ તમામ સ્થિતિને ધ્યાને રાખીને  કચ્છી લેવા પટેલ સમાજે દ્વારા  સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ  બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું 

 

 

Download Our B K News Today App



Related News