આ મહિલાને ગણતરીની સેકન્ડમાં પીએમ મોદીએ ચૂંટણી લડવાની ઓફર આપી?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-19 16:19:28
  • Views : 108
  • Modified Date : 2023-12-19 16:19:28

હાલમાં દેશમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન દરેક લોકો તે સમયે આશ્ચર્યચકિત થઈ ગયા, જ્યારે એક લાભાર્થી મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે શું તે ચૂંટણી લડશે? સમગ્ર વાત એ છે કે સોમવારે વારાણસીના સેવાપુરી બ્લોક સ્થિત બરકી ગ્રામ સભામાં આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ‘મેરી કહાની મેરી જુબાની’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સામે લાભાર્થી મહિલા ચંદા દેવી પોતાના અનુભવો વ્યક્ત કરી રહી હતી.તે સમયે ચંદા દેવીના આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈ વડાપ્રધાને તેમને પૂછ્યુ કે તમે કેટલુ ભણ્યા છો, ચંદા દેવીએ જણાવ્યું કે તેમને ઈન્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. તેની પર વડાપ્રધાન મોદીએ પૂછ્યુ કે તમે આટલુ સરસ ભાષણ આપો છો, શું તમે પહેલા ચૂંટણી લડી ચૂક્યા છો? તેની પર ચંદા દેવીએ પર કહ્યું કે ના ચૂંટણી નથી લડી, ત્યારબાદ તરત જ વડાપ્રધાને ચંદા દેવીને પુછ્યુ કે શું તમે ચૂંટણી લડશો? ત્યારે મહિલાએ કહ્યું કે તે ચૂંટણી નહીં લડે પણ તે વડાપ્રધાનથી પ્રભાવિત છે. તેમને કહ્યું કે તમારા પ્રયત્નોથી અમે ચાલવા ઈચ્છીએ છીએ. તમારી સામે ઉભા રહેવું અને બે વાતો કહેવી મારા માટે સૌભાગ્યની વાત છે. વડાપ્રધાન મોદીએ ચંદા દેવીને તેમના બાળકોના અભ્યાસ વિશે પણ પૂછ્યુ અને તે પણ પુછ્યુ કે કામકાજ કરવાની સાથે પરિવારનું ધ્યાન રાખવામાં કોઈ મુશ્કેલી તો નથી પડી રહી.

Download Our B K News Today App



Related News