PM મોદીના નેતૃત્વથી ફફડી ગયા ઇમરાન ખાન, ડરી ગયેલા પાક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:28:22
  • Views : 481
  • Modified Date : 2019-08-19 12:28:22

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઇ ચિંતા વ્યક્ત થતા ફરી એકવખત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગી. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ધડાધડ કેટલીય ટ્વીટ્સ કરી નાંખી અને ભારતના પરમાણુ હથિયારોને લઇ પોતાનો ડર વ્યકત કર્યો.ફફડી ગયેલા ઇમરાન ખાને લખ્યું કે ભારતના પરમાણુ હથિયારનું નિયંત્રણ ફાસીવાદી મોદી સરકારના હાથમાં છે…આ એક એવો મુદ્દો છે જેનાથી માત્ર ક્ષેત્ર પર જ નહીં પરંતુ આખી દુનિયા પર તેની અસર પડશે.પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને આ નિવેદન રક્ષા મંત્રી રાજનાથ સિંહના ‘પહેલા પરમાણુ હુમલો ના કરવાની નીતિ’માં પરિસ્થિતિઓ પ્રમાણે ફેરફારની જાહેરાત બાદ આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારના રોજ કહ્યું હતું કે અમારી નીતિ રહી છે કે અમે પરમાણુ હથિયારનો પહેલા પ્રયોગ કરીશું નહીં પરંતુ આગળ શું થશે, એ પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે.ઇમરાન ખાને એક ટ્વીટમાં લખ્યું, હિન્દુત્વવાદી મોદી સરકાર માત્ર પાકિસ્તાન માટે જ નથી પરંતુ ભારતના અલ્પસંખ્યકો અને ‘નહેરૂ-ગાંધીના ભારત’ માટે પણ ખતરો છે.ઇમરાન ખાન એક વખત ફરીથી કાશ્મીર મુદ્દા પર દુનિયાનું સમર્થન માંગતા દેખાયા. ઇમરાને કહ્યું કે કાશ્મીરની સ્થિતિને જોતા અત્યાર સુધી ખતરાની ઘંટડી વાગવી જોઇતી હતી અને સંયુકત રાષ્ટ્રના પર્યવેક્ષક ત્યાં મોકલી દેવા જોઇતા હતા.ઇમરાને હંમેશાની જેમ એક વખત ફરીથી મોદી સરકારની તુલના જર્મીના નાજીઓ સાથે કરી અને આરોપ મૂકયા કે કાશ્મીરમાં છેલ્લાં બે સપ્તાહથી 90 લાખ મુસ્લિમ ડરના અંધકારમાં જીવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે ભારત સરકારની નફરતની વિચારધારાના લીધે ના માત્ર ભારતના અલ્પસંખ્યક ખોફમાં છે પરંતુ પાકિસ્તાનના હિન્દુ અલ્પસંખ્યકો પર પણ તેની અસર પડી રહી છે.આપને જણાવી દઇએ કે 5મી ઑગસ્ટના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર સાથે જોડાયેલ કલમ 370ને બદલવાનો નિર્ણય લીધા બાદ પાકિસ્તાન સતત નિવેદનબાજી કરી રહ્યું છે પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ કે દુનિયાના કોઇપણ દેશ પાસેથી તેને કોઇ મદદ પ્રાપ્ત થઇ શકી નથી.

Download Our B K News Today App



Related News