PM મોદી ફરી આવી રહ્યાં છે ગુજરાત પ્રવાસે, મહાત્મા મંદિરેથી ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો કરાવશે પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 13:03:32
  • Views : 235
  • Modified Date : 2022-06-28 13:03:32

PM મોદી ફરી આવી રહ્યાં છે ગુજરાત પ્રવાસે, મહાત્મા મંદિરેથી ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો કરાવશે પ્રારંભ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત પ્રવાસમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી 4 જુલાઈના રોજ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યાં છે. 4 જુલાઇના રોજ PM મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ કાર્યકમમાં હાજરી આપશે. આ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો ગુજરાતમાંથી પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ પહોંચાડવાના આશ્રય સાથે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવશે.

તાજેતરમાં જ PM મોદીએ વડોદરાની મુલાકાત લીધી હતી

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ પણ PM મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતાં. PM મોદીએ વડોદરામાં પુન:વિકસિત કરાયેલા પાવાગઢનું લોકાર્પણ કર્યુ હતું. યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ વર્ષો બાદ પુન:વિકસિત કરાયેલા મંદિરને નિહાળ્યું હતું. તેઓએ મહાકાળી માના ચરણોમાં શિશ ઝૂકવ્યું હતું તેમજ પોતાની માતા હીરાબાના જન્મદિન પર પ્રાર્થના પણ કરી હતી. તેઓએ અનેક સંતો સાથે મુલાકાત પણ કરી હતી.

હીરાબાનો જન્મદિન હોવાથી માતાના આશીર્વાદ પણ લીધા હતા

એ સિવાય માતા હીરાબાનો જન્મદિન હોવાના કારણે PM મોદીએ એ દિવસે માતા હિરાબાના ઘરે જઇને માતાના આશીર્વાદ પણ લીધા હતાં. PM મોદીએ આજવા રોડ લેપ્રસી મેદાન ખાતે 5 લાખ લોકોની જંગી સભાને સંબોધન કરી હતી. તેમજ 21 હજાર કરોડથી વધુના કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત પણ કર્યું હતું. રેલવે વિભાગના 16 હજાર કરોડથી વધુના કામોનું પણ ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. રેલવેના કુલ 5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

હજારો કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી

PM મોદીએ વડોદરાથી કુલ પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું જેમાં 10,749 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. સાથે સાથે 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 5620 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. આ સાથે વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલવે પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય કરવામાં આવ્યું. વર્ષ 2018માં PM સ્થપાયેલ આ વિશ્વ વિદ્યાલયને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો.

743 કરોડના ખર્ચે નવું કેમ્પસ બનાવવામાં આવશે

PM મોદીએ વડોદરાથી કેન્દ્રીય યુનિવર્સિટીના રૂપમાં મોટી ભેટ આપી હતી. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંડેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે. 

 

Download Our B K News Today App



Related News