PM મોદી રાજકોટમાં:‘આખા સૌરાષ્ટ્રના વિકાસ માટે જે પ્રોજેક્ટ પૂરા થયા તેને દિવાળીની ભેટ તરીકે તમને આપ્યા’

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-19 19:24:33
  • Views : 308
  • Modified Date : 2022-10-19 19:24:33

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. રેસકોર્સ મેદાનમાં સભામાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોઈ કલ્પના કરી શકે કે, નવરાત્રિમાં થાક્યા હોય છતાં આજે મારું જે સ્વાગત કર્યું છે તે બદલ શત શત પ્રણામ કરું છું. દિવાળી એટલા કરેલા કામનો હિસાબ કિતાબ. પૂરા સૌરાષ્ટ્રના વિકાસ માટે જે પ્રોજેક્ટ પૂરા થયા તેને દિવાળીની ભેટ તરીકે તમને આપ્યા છે.પોતાની મુલાકાત દરમિયાન તેઓ રાજકોટને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. મોદીને સાંભળવા લોકો રેસકોર્સ મેદાનમાં ઉમટ્યા છે. સભાસ્થળે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સભાસ્થળના ડોમ લોકોથી ભરાવા લાગતા માનવ મેદનીનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. સભાસ્થળે ઉભા કરવામાં આવેલા 5 ડોમ માનવ મેદનીથી હાઉસફૂલ થઈ ગયા છે. વડાપ્રધાને રીમોટ કંટ્રોલથી સાયન્સ મ્યુઝિયમ, લાઈટ હાઉસ, અમુલ પ્લાન્ટ, રાજકોટ-જેતપુર સિક્સ લેન સહિત 5 હજાર કરોડથી વધુની ભેટ આપી છે.

રાજકોટ મહાનગરપાલિકાના હોસ્પિટલ ચોક ખાતે ફોરલેન ફ્લાયઓવર, રામદેવપીર ચોક અને નાના મવા ચોક ખાતે સ્પ્લીટ ફ્લાયઓવર બ્રિજ તેમજ ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તેઓ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું પણ ખાતમુહૂર્ત કરશે.ઉલ્લેખનીય છે કે તેઓ રોડ-શો પહેલા રાજકોટના તમામ વોર્ડ પ્રમુખ સાથે બેઠક કરવાના છે. જેમ ચૂંટણી લક્ષી ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોદીની સભા પહેલા સભાસ્થળે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાસ્યકલાકાર માયાભાઈ આહિર, લોકગાયક ઓસમાણ મીર સહિતના કલાકારો લોકોને ડોલાવી રહ્યા છે. ઓસમાણ મીરે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિરૂપી ગીત ગાતા લોકોએ પોતાના મોબાઈલમાં ટોર્ચ લાઈટ ચાલુ કરી હતી. આથી અદભુત નજારો જોવા મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બુધવારે સાંજે 5 વાગ્યે રાજકોટ એરપોર્ટ આવી પહોંચશે ત્યાંથી રેસકોર્સ સભા સ્થળ સુધી રોડ શો યોજાશે, રેસકોર્સમાં જંગી મેદનીને સંબોધ્યા બાદ મોદી શાસ્ત્રીમેદાન ખાતે યોજાયેલી હાઉસિંગ કોન્ક્લેવમાં હાજરી આપશે અને ત્યાં થોડું રોકાણ કર્યા બાદ એરપોર્ટ પહોંચશે, વડાપ્રધાનના અઢી કલાક જેટલા કાર્યક્રમને પગલે શહેર પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં કુલ 3 હજારથી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાવવાના છે જેમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 8 DCP ,16 DYSP, 51 PI, 156 PSI, 1320 પોલીસ જવાન, 177 મહિલા પોલીસ, 284 SRP જવાન, 505 હોમગાર્ડ અને 658 ટ્રાફિક વોર્ડન તૈનાત રહેશે.

 

 

Download Our B K News Today App



Related News