પીએમ મોદીએ કહ્યું, 'ખુરશીની પરવાહ નથી, હું રહીશ અથવા આતંકવાદ રહેશે'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 07:54:53
  • Views : 522
  • Modified Date : 2019-04-21 07:54:53

વડાપ્રધાન મોદીની આજે ઉત્તર ગુજરાતના પાટણમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં  સભામાં તેમણે પાકિસ્તાન, કોંગ્રેસ અને આતંકવાદના મુંદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે  કહ્યું હતું કે મેં નક્કી કરી લીધું છે કે  ખુરશીની પરવાહ નથી કાતો  હું રહીશ કાતો  આતંકવાદ રહેશે. જ્યારે આપણો પાયલટ પાકિસ્તાન પાસે પકડાયો ત્યારે પાકિસ્તાનને કહી દીધું હતું કે જો તેને કઈ પણ થયું તો હું છોડીશ નહીં.પીએમ મોદીએ કહ્યું, “ હું પાટણ નાનપણથી આવતો હતો. પાટણ સાથે મારો જૂનો નાતો છે. મેં જીવનનો પહેલો ફોટો અહીંયા પડાવ્યો હતો. જ્યારે સરકારમાં નહોતો ત્યારે જયનારાયણ વ્યાસના ઘરે આવતો એ સમયે મને કઈ સમજ નહોતી. અર્થશાસ્ત્ર અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના પાઠ તેમણે શીખવાડ્યા હતા. આજે તમારી વચ્ચે રહીને ઘડાયો છું અને હક્કથી કમળ માંગવા આવ્યો છું. ”આજે મંદિરોમાં જઈએ તો મેટલ ડિટેક્ટરોમાંથી પસાર થવું પડે છે. 40 વર્ષમાં આતંકનો છાયો એવો પડ્યો કે આપણે અસરુક્ષિત અનુભવ કરતા થઈ ગયા છીયે.

Download Our B K News Today App



Related News