PM મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે પહોંચ્યાં, દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 12:53:00
  • Views : 425
  • Modified Date : 2019-08-17 12:53:00

પીએમ મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે જવા સવારે દિલ્હી એરપોર્ટથી રવાના થયા હતા. 17 અને 18 ઓગસ્ટના બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સહિત અલગ-અલગ વિષયો પર ચર્ચા કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ભૂટાનના પ્રવાસે ગયા છે. પીએમ મોદી ભુટાનના વડાપ્રધાન તેમજ અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં દ્વિપક્ષીય વિકાસ પાર્ટનશિપ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જ્યારે હાઇડ્રોપાવર વિભાગમાં ભાગીદારીને લઇને પણ ચર્ચા કરાશે. ભારત ભૂટાનના વિકાસ માટે 5 હજાર કરોડની આર્થિક મદદ કરશે. પીએમ મોદી ભૂટાનની મુલાકાતમાં રોયલ યુનિવર્સિટીમાં પણ સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂટાન પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ મુલાકાતમાં ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધોને વધુ મજબુત બનાવામાં પર જોર આપવામાં આવશે. સતત બીજી વખત સત્તામાં આવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ભૂટાનના પ્રવાસે છે.વડાપ્રધાન નરન્દ્ર મોદીના બે દિવસ ભૂટાનના પ્રવાસ દરમિયાન 10 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. 

Download Our B K News Today App



Related News