PM મોદી, શાહ અને દોવલ આતંકીઓના નિશાન પરઃ આતંકી હુમલાની જૈશની ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 13:04:45
  • Views : 380
  • Modified Date : 2019-09-25 13:04:45


વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ આતંકવાદીઓના નિશાન પર છે, કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરવાના નિર્ણયનો બદલો લેવા માટે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે.બ્યૂરો ઓફ સિવિલ એવિએશન, લખનૌને જૈશનો એક પત્ર મળ્યો છે. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે આર્ટિકલ 370 દૂર કરવાના કારણે છંછેડાયેલા આતંકવાદીઓ કોઇ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે છે.જૈશ-એ-મોહમ્મદે ભારતના 30 મોટા શહેરો પર આતંકી હુમલાની ધમકી પણ આપી છે. જેમાં જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, જયપુર, કાનપુર, લખનૌ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ શહેરો ઉપરાંત ચાર હવાઇ મથકો ઉપર પણ હુમલાની ધમકી આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News