એપ્રિલ માસમાં બનાસ બેંકની ૧૦ શાખાઓમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:29:50
  • Views : 446
  • Modified Date : 2019-05-03 11:29:50

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાં કુદરતી  અવસાન થયાના સંજાગોમાં પણ બે લાખના વિમાનો લાભ મળે છે. આ યોજના અંતર્ગત એપ્રિલ માસમાં બનાસબેંકની જુદી-જુદી દસ શાખાઓના ગ્રાહકોના અવસાન થતા તેમના વારસદારોને વીમાના ચેક અપાયા હતા. જેમાં ભચડીયા શાખાના ગ્રાહક અરૂણાબેન જયંતિલાલ મોદીના વારસદાર જયંતિલાલ હરગોવનદાસ મોદી, મંડાલી શાખાના જગુભાઈ સયાબભાઈ બુંબડીયા વારસદાર મનીષાબેન જગુભાઈ બુમબડીયા, વારાહી શાખાના અહંમદહુસેન  હાજીભાઈ સિપાઈના વારસદાર યાસીનભાઈ મહમદભાઈ સીપાઈ, મુમનવાસ શાખાના રેવાબેન ભીખાજી વાઘેલાના વારસદાર ભીખાજી ધુડાજી વાઘેલા, અમીરગઢ શાખાના માયાબા મુકેશસીંગ ડાભીના વારસદાર મુકેશસીંગ મેરૂસીંગ ડાભી, ધનાલી શાખાના લાલાજી મોતીજી ઠાકરડાના વારસદાર પારૂબેન લાલાજી ઠાકરડા, દિયોદર શાખાના તેજાભાઈ નાગજીભાઈ પટેલના વારસદાર રમેશભાઈ તેજાભાઈ પટેલ, ઝેરડા શાખાના પોપટભાઈ જગશીભાઈ છત્રાલીયાના વારસદાર કમુબેન પોપટભાઈ છત્રાલીયા,  મુખ્ય કચેરી પાલનપુરના બબીબેન અમરતભાઈ પરમારના વારસદાર અમરતભાઈ કે.પરમાર તથા ખિંમત શાખાના નરેશભાઈ મગનભાઈ શ્રીમાળીના વારસદાર રમેશભાઈ મગનભાઈ શ્રીમાળીને બનાસ બેંકના અધિકારીઓ દ્વારા દુઃખદ પ્રસંગે મૃત્યુ પામેલા ગ્રાહકોના ઘરે જઈ તેમના વારસદારોને બે લાખના ચેક અર્પણ કર્યા હતા અને દુઃખદ અવસાન પ્રસંગે દિલસોજી પાઠવી હતી.રૂ. ૩૩૦/- ના પ્રીમીયમથી ઉપલબ્ધ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાં સામેલ થતા બનાસ બેંકના તમામ ગ્રાહકોનું પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજનાનું પ્રીમીયમ બેંક દ્વારા ભરવામાં આવે છે. બેંક દ્વારા તેના તમામ ગ્રાહકોને આ વિમા યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. 


Download Our B K News Today App



Related News