PM બન્યા પાયલટ, બેંગલુરુમાં નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 14:48:27
  • Views : 109
  • Modified Date : 2023-11-25 14:48:27

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખાસ અંદાજમાં ​તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાને 'મેક ઈન ઈન્ડિયા' પર ઘણો ભાર મૂક્યો છે.પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ મલ્ટી-રોલ ફાઈટર જેટને મંજૂરી આપી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મ નિર્ભરતા માટે અનેક પહેલ શરૂ કરી છે. મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટીવે ભારતની આ પહેલને વધારે ભાર આપ્યો છે.ભારત તેની સંરક્ષણ જરૂરિયાતોનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરે છે. હવે અન્ય દેશો પર ભારતની નિર્ભરતા ઘટે તે માટે સ્થાનિક સ્તરે હથિયારો બનાવવામાં આવી રહ્યા છે.આત્મનિર્ભર ભારત પહેલના પોઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યા છે, જેના કારણે વિદેશી સંરક્ષણ ખરીદી પરની નિર્ભરતા ઓછી થઈ છે. અન્ય દેશો પાસેથી સંરક્ષણ ખરીદી ખર્ચનો હિસ્સો 2018-19માં 46 ટકાથી ઘટીને ડિસેમ્બર 2022 સુધીમાં 36.7 ટકા થયો છે.ભારતીય કંપનીઓએ નેવી માટે ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી અને દરિયાઈ કામગીરી માટે હેલિકોપ્ટર બનાવ્યા છે. આ ઉપરાંત વાયુસેનાએ સુખોઈ SU-30 MKI જેટ માટે લાંબા અંતરના સ્ટેન્ડ-ઓફ હથિયારને પણ મંજૂરી આપી છે.

Download Our B K News Today App



Related News