વિનાશક પૂરની ત્રીજી વરસી, કરેજના ખારિયામાં પ્લોટની સનદ જ મળી,મકાનો હજુ દિવાસ્વપ્ન સમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:27:18
  • Views : 645
  • Modified Date : 2020-07-23 12:27:18

કાંકરેજના ખરીયામાં ત્રણ વર્ષ અગાઉ આવેલા ભયાનક પુરે તબાહી સર્જી હતી.જેમાં એક જ પરિવારના 17 સહિત 23 લોકોએ જીવ ગુમાવ્યો હતો.તેમજ 1000 પશુ તણાઈ ગયા હતા.ત્રણ વર્ષ વિતવા છતાં લોકો હજુ મકાન વિહોણા છે.આપવીતી વર્ણવતા લોકોએ કહ્યું કે અમને માત્ર પ્લોટની સનદ મળી છે.મકાનો ન બનાવાતાં ખેતરોમાં જ રહેવું પડી રહ્યું છે.મુખ્યમંત્રીએ  પણ એક સપ્તાહ અહીંથી સરકાર ચલાવી હતી આ વાતને આજે ત્રણ વર્ષ થયાં છે. ખારિયામાં ખેતરમાં ઘર બાંધીને ખેતરમાં રહેતા નવાજી ઠાકોર પરિવારના 17 લોકો મૃત્યુ પામ્યા હતા તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકારે તે વખતે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાય આપી હતી. પુરથી બચવા ગામમાં પુનઃવસન માટે પાકા ઘર બાંધવા મોટા વચનો આપ્યા હતા. પરંતુ હજી સુધી તે મજબુર લોકોને પ્લોટ ની સનદો સિવાય કંઈ ન મળતા મજબૂરી ના કારણે પૂરના સ્થળે જ રહે છે. આ અંગે લાલાભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે "અમને સરકાર દ્વારા 2018 માં પુનઃવસન માટે ખારિયા ગામમાં પ્લોટની સનદો મળી હતી પરંતુ પાકા મકાનો બાંધી આપ્યા નથી.

Download Our B K News Today App



Related News