જ્યારે ખરાબ સમય આવે ત્યારે સમજી લો કે પોતાને રી-ઈન્વેન્ટ કરવાનો સૌથી સારો સમય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 18:00:12
  • Views : 413
  • Modified Date : 2020-01-01 18:00:12

જીવન ની દરેક ક્ષણ, રી-ઇનવેન્શન માટે છે. હું વિચારું છું કે જે કંઇ કરું તેમાં ઊંડાઈ સુધી જઉં? હું એક ખોજી છું. જોવામાં આવે તો દરેક વ્યક્તિ કંઇક શોધે છે. બસ પહેલા એ જાણી લો કે તમે જે કંઈ શોધી રહ્યાં છો તેને પ્રાપ્ત કરવાની ક્ષમતા તમારી અંદર જ છે. બસ તેને પ્રાપ્ત કરવા ડૂબવું પડશે. ખરેખર આપણે સફળતાનો ખોટો અર્થ સમજી લીધો છે. આપણને લાગે છે કે બીજાથી શ્રેષ્ઠ બનવું જ સફળતા છે. આ વિચારસરણી જ મુશ્કેલીનો મૂળ છે. જો તમારી સફળતા બીજાની સફળતા વિરુદ્ધ છે તો તેનાથી કંઇ પ્રાપ્ત નહીં થાય. આ રીત કામ નહીં આવે, મોટાભાગના લોકો આ જ કારણે નિષ્ફળ થાય છે. અસલમાં પોતાની ક્ષમતાઓનો પૂર્ણ ઉપયોગ કરવો જ સૌથી મોટી સફળતા છે પણ મુશ્કેલી એ છે કે આપણે ત્યાં બાળપણથી જ શીખવાય છે કે તમારે નંબર વન આવવાનું છે. એટલા માટે બધા નંબર બનવાની આંધળી હોડમાં લાગી જાય છે અને ભૂલી જાય છે કે તેમને શું પસંદ છે, તે શું બનવા માગે છે? માનવી દરેક વસ્તુ વિશે પોતાનો અભિપ્રાય બનાવવામાં સમય વેડફે છે. એવું એટલા માટે કરે છે કેમ કે તે પોતાના ભૂતકાળમાં, યાદોમાં જીવે છે. જ્યારે આપણે પરીક્ષા આપવા જઈએ છીએ તો આપણી બુદ્ધિમતા અને ક્ષમતા વિશે કોઈ નથી પૂછતું પણ આપણને તેના આધારે આંકવામાં આવે કે આપણને કેટલું યાદ છે. આપણે યાદોને વધારે મહત્ત્વ આપીએ છીએ. આ ભૂલ છે. રી-ઇનવેન્શન ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી તમે એ કામનું પુનરાવર્તન નહીં કરો જેને જાણો છો. આવું કરવાથી જૂની વાતો જ નવા સ્વરૂપમાં સામે આવે છે અને તમે રોકાઈ જાઓ છો. ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત છે. વાંદરો, વ્યક્તિ બની ગયો. બકરી, જિરાફ, હાથી... બધા લાખો વર્ષોમાં બદલાઈને આ સ્વરૂપમાં આવ્યાં. આપણા અને ચિમ્પાન્ઝીના ડીએનએમાં ફક્ત 1.23 ટકાનું અંતર છે. એટલે કે આપણે લગભગ ચિમ્પાન્ઝી છીએ. પણ આપણી બુદ્ધિ અને કુશળતા આપણને અલગ બનાવે છે. આપણે તેને સમજવાની છે, ત્યારે જ ખુદને રી-ઈનવેન્ટ કરી શકીશું. ખરેખર આપણે જે કરી શકીએ છીએ તે કોઈ કરી ના શકે. આપણે પોતાની વિશેષતાઓ ઓળખવી પડશે. તે આપણી અંદર જ છે અને આપણે તેને શોધી રહ્યાં છીએ. એટલે કે આપણે કામ કરીએ છીએ પણ ખોટી દિશામાં. બસ તેને ઠીક કરવું પડશે.
દરેક સમસ્યાનો બુદ્ધિથી ઉકેલ લાવી શકાય છે. જરૂર છે તો બસ એકલા બેસવાની, કોઈ અવરોધ વિના. વિચારો શું તમે ખરેખર દુ:ખી છો કે ખરેખર ખુશ છો. જે દિવસે તમે સુખ-દુ:ખની આ ગુંચવણથી બહાર આવશો, ખુદને ઓળખી જશો તો તમને જીતનો માર્ગ મળી જશે.
તમે સામાન્ય નહીં ખાસ છો, તમારે એ માનવું જ પડશે. ખુદને સામાન્ય વ્યક્તિ ન માનશો. દુનિયામાં આવેલ દરેક વ્યક્તિમાં એક ખાસ ગુણ છે. મુશ્કેલી એ છે કે આપણામાંથી અમુક લોકો તેને ઓળખી શકતા નથી. એટલા માટે ખુદને સામાન્ય માણસ ગણીએ છીએ.
હું જીત કે હારથી નથી અટકતી, રોજ મારો પોતાની જાત સાથે મુકાબલો-પી.વી.સિંધુ, બેડમિન્ટન ચેમ્પિયન
જ્યારે હું ઘણી નાની હતી તો ડોક્ટર બનવા માગતી હતી. આઠ વર્ષની થઈ તો મિત્રો સાથે બેડમિન્ટન રમવા લાગી. પોતાના જુસ્સાથી મારો પહેલો પરિચય અહીં જ થયો. પછી ડોક્ટર બનાવાનો ખ્યાલ પણ ન આ વ્યો. માતા-પિતા દરેક પગલે મારી તાકાત બનીને આગળ આવ્યા. મને ધ્યાન છે કે 12 વર્ષ એવા વીત્યા જ્યારે પિતા સવારે ત્રણ વાગ્યે ઊઠતાં અને ટ્રેનિંગ માટે મને 60 કિમી દૂર લઈ જતા હતા. મારા કરિયર માટે માતાએ રેલવેમાંથી વીઆરએસ લીધી. તેમના ત્યાગનો અહેસાસ મને દરેક ક્ષણે થતો. પોતાના જુસ્સાના કારણે અવરોધો પણ દૂર થઈ જાય છે. મહેનત સાથે ભાવના, લક્ષ્ય અને સમર્પણમાં ઈમાનદારી હોય તો ઈશ્વર તમારી સાથે રહે છે. માતાના જન્મદિવસ પર બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ જીતવી, હું એને જ આશીર્વાદ ગણું છું. મને લાગે છે કે ભલે તમે રમી રહ્યાં હોય કાં કોઈ અન્ય પ્રોફેશનમાં હોવ, હાર-જીત બંને થશે. હંમેશા એક પછી એક લક્ષ્ય નક્કી કરીને આગળ વધવું જ યોગ્ય રીતે ગણાશે. ઉતાવળે કામ ન કરવું. એવું ના બની શકે કે તમે વિચારો અને તમે ચેમ્પિયન બની જાઓ. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દરેક પરાજયથી તમે શું શીખ્યા. તેનાથી બોધ લઇને તેને મગજમાં બેસાડી દો. દરેક જીત સાથે જ નવું લક્ષ્ય નક્કી કરવું. આ રીતે ખુદને રી-ઈનવેન્ટ કરવાનું ચક્ર ડેવલપ થશે અને તમે દરેક વખતે શક્તિશાળી બનીને ઉભરશો. મને પ્રથમ પાઠ યાદ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 2013માં મને બ્રોન્ઝ મળ્યો હતો. હું આ મેડલ જીતનાર દેશની પહેલી મહિલા ખેલાડી હતી. ચારોકરોથી શુભેચ્છા મળી રહી હતી પણ હું અંદરથી ખુશ નહોતી. મને ખબર હતી કે આ મારું સર્વશ્રેષ્ઠ નથી. ત્યારથી છ વર્ષમાં 11 વખત એવી તક આવી જ્યારે હું ઓલિમ્પિક સહિત અલગ અલગ સ્પર્ધાઓમાં ગોલ્ડ જીતતા જીતતા રહી ગઈ. પરાજયની સાથે ટીકાઓ પણ શરૂ થઈ જાય છે. તેનાથી તૂટવાને બદલે હું મજબૂત થઈ. હું જાણી ગઈ કે જીવનનો ખરાબ સમય જ રી-ઇનવેન્શનનો સમય છે. એટલા માટે દરેક મોટા મુકાબલાથી પહેલાં મેં પોતાની રણનીતિ અને ટ્રેનિંગ બંનેને નવેસરથી નક્કી કર્યા. હરિફ ખેલાડીની તાકાત અને નબળાઈઓના દરેક પાસાનું વિશ્લેષણ કર્યુ. પરિણામે 2017માં ઇન્ડિયા ઓપન સુપર સિરીઝમાં એ ખેલાડી(સ્પેનની કેરોલિના મારિન)ને હરાવી જેનાથી એક વર્ષ પહેલાં હું રિયો ફાઈનલમાં હારી હતી. ખરેખર તે હાર ફક્ત એક હાર નહોતી અને જીત પણ ફક્ત એક જીત નહોતી. આ બંનેએ મારો દૃષ્ટિકોણ બદલ્યો. અમુક મહિના પહેલાં જ વિશ્વ ચેમ્પિયનશિપ જીતી લીધી પણ આ મારી સફરનો નાનકડો મુકામ છે. આજે પણ હું સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠું છું અને 12 કલાક જિમિંગ, ટ્રેનિંગ અને મેડિટેશનમાં પસાર કરું છું.
મને હંમેશા લાગે છે કે હું વધારે સારું કરી શકું છું, આ વિચાર મને કુશળતા અને માનસિક દૃઢતા આપે છે. દરેક પરાજય બાદ હું કંઇક નવું શીખી અને તે મુજબ જ પોતાના લક્ષ્ય બનાવ્યાં. કંઇક પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધી મહેનત કરવી પડે છે, વિચારવાથી સફળતા મળી જતી નથી.
ધીરજ રાખશો અને હારમાંથી શીખશો તો જ રી-ઈન્વેન્શન થશે-કે.સિવન, ઈસરો ચીફ
મેં શીખ્યું કે તમારા માટે જે શ્રેષ્ઠ છે તેનું તમારે જ નિર્માણ કરવું પડશે. તમે કોઈના ભરોસે બેસીને તમારું જ નુકસાન કરો છો. એવામાં મજબૂત ઈચ્છાશક્તિ અત્યંત જરૂરી છે ત્યારે ખુદને રી-ઈવેન્ટ કરી શકશો. હું જાણું છું કે રી-ઈનવેન્શન માટે તમારે ખુદમાં ધીરજ અને હારથી શીખવાનો ભાવ વિકસિત કરવો પડશે. જો તેમાંથી કોઇપણ ગુણનો અભાવ છે તો વ્યક્તિ કંઇક નવું નહીં ગઢી શકે. ખુદને પણ નહીં. વિજ્ઞાનની દુનિયા અને જીવન બંનેમાં પ્રયોગ હોય છે. જીવનમાં આપણે જેને હાર કહીએ છીએ વિજ્ઞાનમાં તેને અભ્યાસ. સફળતા અને નિષ્ફળતામાંથી કોઈનું પણ પલડું ભારે નથી હોતું. બંને સ્થિતિમાં સંભાવનાઓના દ્વારા સમાન ખૂલે છે. એક પરિણામ આવતા જ આગામી પગલાની તૈયારીમાં લાગી જવું પડે છે. ત્યારે જ રી-ઈન્વેન્શન થશે. ઈસરોમાં તો અમે બધા દરેક પ્રોજેક્ટ સાથે ખુદને રી-ઈનવેન્ટ કરીએ છીએ. મારા કરિયરમાં શરૂઆતમાં અણગમતા વળાંક આવ્યા અને દરેક વખતે મેં ક્ષમતાઓને વિકસિત કરી. જે મને ના મળી શક્યું મેં તેની ક્યારેય ચિંતા ના કરી પણ જે મારી સામે હતું તેમાં સર્વોત્તમ આપ્યું. આ રીતે હું દરેક વખતે ખુદને રી-ઈનવેન્ટ કરી શક્યો. હું માનું છું કે જો આજે મનગમતું નથી મળ્યું તો નક્કી કાલે કંઈક વધુ સારું તમારી રાહ જુએ છે.

Download Our B K News Today App



Related News