વાવના રાછેણામાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 13:10:54
  • Views : 344
  • Modified Date : 2020-07-23 13:10:54

વાવના રાછેણા ગામે અવાર-નવાર પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેને લઈ ગામના મહિલા સરપંચ દ્વારા લેખિત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવતો નથી. છેલ્લા બે દિવસથી પાણી બિલકુલ પાઇપ લાઈનમાં ન આવતા સરપંચ દ્વારા લેખિત રજુઆત કરી ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.વાવ તાલુકાના છેવાડે આવેલ રાછેણા ગામે બે દિવસથી પીવાનું પાણી આવતું નથી. જેને લઈ લોકો તળાવનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. બે દિવસથી પીવાનું પાણી ન મળતાં ગામના મહિલા સરપંચ વી.કે. રાજપૂત દ્વારા પાણી પુરવઠા વિભાગને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે ‘જો દિન-7માં આનો ઉકેલ નહિ આવે તો ગામલોકો સાથે ઓફિસે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.’

Download Our B K News Today App



Related News