પિતાનો મૃતદેહ 5 દિવસ બાદ મળ્યો, દીકરા-દીકરીના અંતિમસંસ્કાર પણ થઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 14:16:45
  • Views : 414
  • Modified Date : 2020-02-21 14:16:45

 ગત રવિવારના રોજ મઢી ખાતે રહેતા યુવકની દીકરીની પરીક્ષા હોય જેથી પોતાની કારમાં બારડોલી જઈ રહ્યો હતો. ઉવા ગામે પસાર થતી કાકરપાર કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં સવાર દીકરા-દીકરીના મૃતદેહ કારમાંથી મળ્યા હતાં. પરંતુ પિતાની લાશ 5 દિવસ બાદ ઉવા ગામની સીમમાંથી નહેરમાં મળી હતી.ઘટના ? બારડોલીના મઢી ગામે રહેતા શશીભાઇ ધનસુખભાઇ પરમાર પોતે મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે. દીકરી ઉર્વી પરમાર(ઉ.વ.17) બારડોલીની જેએમ પટેલ હાઇસ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. જેની રવિવારે સવારે પ્રોજેક્ટ પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી સવારે પિતા શશીભાઇ મૂકવા તૈયાર થયા હતા. દીકરો યશ પરમાર(ઉ.વ.14) મઢીમાં અંગ્રેજી મિડિયમમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોય, રવિવારની રજા હોવાથી પોતે પણ બહેનને મૂકવા આવવા તૈયાર થઇ ગયો હતો. ઉર્વી પરમારને પરીક્ષા આપવાનો ઉત્સાહ અને યશ પરમારને બહેનને સ્કૂલમાં છોડવાનો આનંદ સાથે ઘરેથી કાર(GJ-19-BA-0715)માં નીકળ્યા હતા. જોકે, ઉવા ગામે કાકરાપાર મુખ્ય કેનાલના રસ્તા પરથી પસાર થતાં જ પિતાએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર નહેરના ખાબકી હતી. જોકે, પ્રથમ કારનો આગળનો ભાગ ડૂબ્યો હોય, પાછળનો ભાગ દેખાતો હતો. ત્યારે અંદરથી શશીભાઇ બે હાથ ઊંચા કરી બાદમાં માથું બહાર કાઢીને પોતાને તરતા આવડતું ન હોવાનું જણાવી મદદ માટે બૂમ મારી હતી. જોકે, થોડી ક્ષણમાં નહેરના ધસમસતા પાણીમાં ખેંચાઇ ડૂબી ગઇ હતી. ઘટના અંગે બારડોલી પોલીસ અને ફાયરની ટીમને જાણ કરતાં સ્થળ પર પહોંચી ડૂબેલી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જેમાંથી માસૂમ ભાઇ-બહેનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પિતા ઊંડા પાણીમાં ખેંચાઇ જતા લાપત્તા થયા હતાં. શશીભાઈને શોધવા ફાયર વિભાગ તેમજ ગ્રામજનોએ જહેમત ઉઠાવી પાંચ દિવસ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન શશીભાઈનો મૃતદેહ ઉવા ગામની સીમમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો અને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News