પિતાએ 9 વર્ષની સગી દિકરી પર હેવાનિયતની તમામ હદ પાર કરી, પત્નીએ રંગેહાથે ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 13:20:27
  • Views : 864
  • Modified Date : 2019-07-30 13:20:27

શહેરના વટવા વિસ્તારમાં રહેતી સાડા નવ વર્ષની બાળકી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાની ઘૃણાજનક ઘટના બની છે. માતાની ગેરહાજરીમાં પિતા બાળકી પર દુષ્કર્મ આચરતા અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય પણ આચરતા હતા. છેલ્લા ચાર મહિનાથી પુત્રીને ડરાવી નરાધમ બાપ અત્યાચાર કરતો હતો. આખરે ગત ૨૭મીએ સાંજે ૪ વાગ્યે માતા જોઇ જતાં ભાંડો ફુટયો હતો.આ અંગે વટવા પોલીસે ગુનો નોંધી બાળકીની સારવાર કરાવી અને પિતાની ધરપકડ કરી હતી. વટવા વિસ્તારમાં પતિ, પત્ની અને બે પુત્ર એક મોટી પુત્રી સાથે રહેતા હતા. પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચાલવતા હતા. પત્ની બહાર શાકભાજી કે અન્ય ચીજ-વસ્તુ લેવા જાય કે ઉંઘી જાય ત્યારે તેનો લાભ લઇ મોટી પુત્રી પર પિતા દુષ્કર્મ આચરતો હતો.છેલ્લા ચાર મહિનાથી માતાની ગેરહાજરીમાં પુત્રીને તે નિશાન બનાવતો હતો અને દુષ્કર્મ આચરી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય પણ આચરતો હતો. પુત્રી ડર અને શરમના કારણે માતાને કંઇ કહેતી ન હતી. તેના કારણે પિતા વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો. ગત ૨૭મીએ માતા મકાનમાં નીચે સુઇ રહી હતી. ચાર વાગ્યે માતા ઉઠીને મકાનના ઉપરના માળે ગઇ ત્યારે પિતા પુત્રી પર દુષ્કર્મ આચરતા રંગેહાથે પકડાઇ ગયા હતા.આ જોઇ પત્ની ચોંકી ગઇ હતી અને તેણે પરિવારને બોલાવી ઘટનાની જાણ કરી હતી. પરિવારની સલાહ બાદ આખરે પત્નીએ પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય તથા પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. વટવા પોલીસે દુષ્કર્મ કરનાર પિતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં અને પરિવારને જાણ થઇ કે, સગા પિતા પુત્રી પર ચાર મહિનાથી દુષ્કર્મ આચરતા હોવાથી ફિટકારની લાગણી ફેલાઇ છે. લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News