પિતા દીકરી સાથે ઉભા હતા અને કારે ટક્કર મારી 40 ફૂટ ઉછાળ્યા,બંનેનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-08 11:49:14
  • Views : 919
  • Modified Date : 2020-03-08 11:49:14

 પાલનપુર તાલુકાના કાણોદરમાં અમદાવાદ હાઇવે પર વહેલી સવારે પિતા દીકરીને શાળાએ મુકવા જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર તરફથી આવી રહેલી કારે ટક્કર મારી હવામાં ઉછાળી દેતા પિતા અને પુત્રીનું મોત નીપજ્યું હતું. કાર 300 ફૂટ ઢસડાઈ હતી.જ્યારે 5 ભાઈ બહેને પિતા અને બહેન ગુમાવતા પરિવારમાં શોક ફેલાયો હતો.
મુળ વડગામના રુપાલ ગામના અહેમદભાઇ મીર ઉર્ફે અમરતભાઇ મીર કાણોદરમાં બોડી પાર્ટસની દુકાનમાં નોકરી કરતા હતા.ચાર પુત્રી અને 2 પુત્રના પિતા અહેમદભાઇ શનિવારે તેમની 11 વર્ષની દીકરી સુહાનાને લઇ પ્રાથમિક શાળા નં 1માં મુકવા જતા હતા. સવારે સાત વાગ્યાના સુમારે અહેમદભાઇ અને પુત્રી સુહાના હાઇવે વિસ્તારમાં જામિયા મસ્જિદ પાસે પહોંચ્યા હતા અને રોડ ક્રોસ કરવા સાઇડમાં ઉભા હતા તે સમયે પાલનપુર તરફથી આવી રહેલી કાર નંબર આર.જે.38 ટી.એ.0464 ના ચાલકે પિતા અને પુત્રીને ટકકર મારતાં બન્ને 40 ફુટ જેટલા હવામાં ફંગોળાયા હતા.અને ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. કાર અકસ્માત સર્જી 300 ફૂટ જેટલી ઢસડાઈ રોડ સાઇડથી નીચે ખાબકી હતી.જોકે કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો.જે અંગે મૃતક અહેમદભાઇ મીરના ભત્રીજા યાસીનભાઇ મીરે કાર ચાલક વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અહેમદભાઇ રોજ 2 દીકરીઓને શાળાએ મુકવા જતા હતા.શનિવારે નાની દીકરી ઘરે રહી હતી.મૃતકના નજીક રહેતા સ્થાનિકોએ પાલનપુર સિવિલમાં લાશનું પીએમ કરાવવા આવ્યા ત્યારે જણાવ્યું હતુ કે પરિવારમાં એક માત્ર કમાનાર હતા.બાળકો હજુનાના છે.ઘર ન હોવાથી ભાડાના મકાનમાં રહે છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે યાસીનમીર એ ફરિયાદ આપતા તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ 279 304A 177 184 અને 134 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News