મોરબીના ટંકારામાં પિતા-પુત્ર એકસાથે ધોરણ 12ની પરીક્ષા આપે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-08 12:25:38
  • Views : 494
  • Modified Date : 2020-03-08 12:25:38

 હાલમાં ધો. 10, 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ટંકારામાં બોર્ડની પરીક્ષામાં એક એનોખો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતા અને પુત્ર એકસાથે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જો કે પુત્રની પરીક્ષામાં તેનો આત્મવિશ્વાસ વધારવા માટે પિતાએ પણ એક્સ્ટર્નલમાં પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. ટંકારામાં બેટરીના વેપારી વિરમગામા મહેશભાઈ કુંવરજીભાઈ ઉ. 42 અને તેમનો 17 વર્ષીય પુત્ર રાહુલ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા એકસાથે આપી રહ્યા છે. જો કે પુત્ર રાહુલ અગાઉ પરીક્ષાની તૈયારી કરતો હતો. તે દરમિયાન પિતા મહેશભાઈ તેને અભ્યાસમાં મદદરૂપ થતા હતા. ત્યારે પિતાને વાંચન પ્રેમ જાગ્યો હતો અને પુત્રનો આત્મવિશ્વાસ વધારવા માટે તેમણે પણ ધોરણ 12ની એક્સ્ટર્નલ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. આ રીતે પિતા અને પુત્ર બન્ને પરીક્ષાની સાથે જ તૈયારી કરીને એકાગ્રતાપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News