શિહોરીમાં પિતા બાદ પુત્રી, વડગામના ફિરોજપુરાનો યુવક,ડીસામાં 8ને કોરોના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 11:17:21
  • Views : 1218
  • Modified Date : 2020-07-06 11:17:21

 બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક લોકો કોરોના પોઝિટિવમાં સપડાતા જિલ્લાવાસીઓની ચિંતા વધી છે.ત્યારે રવિવારે જિલ્લામાં વધુ 10 પોઝિટિવ કેસ સામે આવતાં જિલ્લાનો કરોના પોઝિટીવ આંક 294એ પહોંચી ગયો છે. શિહોરી ખાતે રહેતા હરિપ્રસાદ દવે કોરોના પોઝિટિવ આવતાં તેઓ અત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જોકે તેમના સંપર્કમાં તેમની દીકરી મિનલબેન આવ્યા હતા.જેને લઇ આરોગ્ય વિભાગે મિનલબેનનું કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લીધું હતું. જે સેમ્પલનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવતા પિતા બાદ પુત્રી કારોના સંક્રમણમાં સપડાઇ છે. ત્યારે વડગામ આરોગ્ય વિભાગ દ્વારા રેન્ડમલી સેમ્પલ લેવાઇ રહ્યા છે. જેમાં છાપી સીએચસી ખાતે વડગામના ફિરોજપુરા ગામે રહેતા અનસ ઇસ્લામભાઇ પલસાણીનું સેમ્પલ લેવાયું હતું. જોકે તેમનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો છે. ત્યારે ડીસામાં એક જ દિવસમાં 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ડીસા ખાતે રહેતા મુકેશભાઈ અમૃતલાલ મોદી, જગદીશભાઇ બંસીલાલ પટણી (મોદી),  રાજેશકુમાર રતીલાલ મોદી, ચંદુલાલ દેવચંદભાઇ માળી,  દિપકભાઇ બાબુજી માળી,  હિરેનકુમાર પરેશભાઇ ત્રિવેદી, યોગેશ સોની જ્યારે ડીસાના દામા ગામે રહેતા દિનેશભાઇ લછાજી માળીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ડીસાવાસીઓમાં ફફડાટ પ્રસર્યો છે. ડીસા શહેરમાં તિરૂપતિ સાયકલ સ્ટોર્સ ધરાવતા અને શાસ્ત્રીનગર ભાગ-2માં રહેતાં લક્ષ્મીચંદ મોતીલાલ પટેલે પોતાના રહેણાંક મકાનમાં સાયકલનો સરસામાન ઉતાર્યો હતો.આ વિસ્તારમાં કોરોનાનો કેસ આવતાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો હોવા છતાં તિરૂપતિ સાયકલ સ્ટોર્સમાં કામ કરતાં ઝાફરખાન મહમદભાઇ પઠાણ (રહે.બિસ્મીલ્લા સોસાયટી, જુનાડીસા), મહેન્દ્રકુમાર રામસીગ લોધા (રહે.રાજપુર, લોધાવાસ, ડીસા) અને આશીફ ઇકબાલભાઇ શેખ (રહે.બડાપુરા,ગવાડી, ડીસા)એ કન્ટેઇનમેન્ટ ઝોનમાં પ્રવેશ કરી ચેપીરોગ વાયરસ ફેલાય તે અંગેનું કૃત્ય કર્યું હતું. આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ત્રણેય શખ્સો સામે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.

Download Our B K News Today App



Related News