બિલવાણીયામાં હડકાયા ભૂંડે સાત જણાંને બચકા ભરી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 12:21:29
  • Views : 370
  • Modified Date : 2020-03-19 12:21:29

 તાલુકાના બીલવણીયા તથા નવા બિલવાણીયા,નિશાળ ફરી, પગી ફરી,જેવા વિસ્તારમાં હડકાયા ભૂંડના આતંકથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે બિલવણીયા ગામના 7 ઈસમોને ભુંડ કરડતા સારવાર અર્થે ખસેડ્યા હતા. બીલવણીયા ગામે છેલ્લા કેટલાય દિવસથી હડકાયા ભુંડે આતંક મચાવ્યો છે જેમાં બિલવણીયા ગામના કાંતિભાઈ બલવાજી પગી, લભાઈ રાધાભાઈ પરમાર, દલપતભાઈ બલવાજી પગી, સાગરભાઇ અરવિંદભાઈ પરમાર સહિત 7 જણા ઉપર અચાનક હુમલો કરી બચકા ભરી ઘાયલ કરતા ઘાયલ તમામને ધનસૂરા સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે અને ગ્રામજનોમાં તેમજ પંથકની પ્રજામાં અને છુટા છવાયા મકાનો તેમજ ખેતરમાં રહેતા ખેડુતોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગામલોકોએ ધનસુરા વનવિભાગને જાણ કરી હતી પરંતુ વન વિભાગનો એકપણ કર્મચારી ઘટના સ્થળે પણ ન ફરકતા વનવિભાગની કામગીરીથી ભારે રોષ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News