સારોલી માર્કેટ પાસે યુવકની હત્યા કરી ભાગતા હત્યારાને PIએ 3 કિમી સુધી પીછો કરી પકડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 12:15:42
  • Views : 481
  • Modified Date : 2020-08-28 12:15:42

      સરોલીમાં ગુરૂવારે યુવકની હત્યા કરીને ભાગતા હત્યારાને પુણા પીઆઈએ ત્રણેક કિલોમીટર પીછો કરીને ઝડપી પાડ્યો હતો. કુંભારિયા ગામમાં ખાડી ફળીયામાં રહેતો યુપીના રાબરેલીનો સિદ્ધનાથ ઉર્ફ રાજુ છોટેલાલ કુટીલ(28 વર્ષ) રિક્ષા ડ્રાયવર છે.આરોપી પ્રિન્સ રામશંકર સિંહ(અંબર વાટીકા,દાસ્તાન પલસાણા) વચ્ચે મિત્રતા હતી. પ્રિન્સ અવાર-નવાર સિદ્ધનાથ પાસેથી સો-બસો રૂપિયા માંગતો હતો.ગુરૂવારે રૂપિયા માંગતા સિદ્ધનાથે આપ્યા નહતા. તેથી બંને વચ્ચે ઝગડો થતા પ્રિન્સે સિદ્ધનાથને ચપ્પુથી ઘા કરીને હત્યા કરી દીધી હતી. કોઇક અજાણ્યાએ હત્યાની માહિતી આપવાની સાથે આરોપીનો પીછો કરી તેનું લોકેશન પુરુ પાડયું હતું. જેના પગલે પુણા પીઆઈએ વી.યુ ગડરીયાએ આશરે ત્રણ કિલોમીટર સુધી પીછો કરીને ડીકે નગર પાસેથી હત્યારા પ્રિન્સને ઝડપી પાડ્યો હતો. મૃતક સિદ્ધનાથના સસરા શિતલાપ્રસાદે હત્યારા પ્રિન્સ સિંહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.હત્યારો ભાગી રહ્યો હતો ત્યારે એક યુવકે પુણા પીઆઈ વી.યુ ગડરીયાને જાણ કરી હતી. ત્યારે પીઆઈ બહાર હોવાથી તેમણે માહિતી આપનારને કહ્યું કે આરોપીની કોઈ રીતે પીછો કરતો રહે અને માહિતી આપતો હતો. આરોપીએ રસ્તા પર એક યુવક પાસે લિફ્ટ માંગીને તેની મોપેડ પર બેસી ગયો. દરમિયાન આરોપી ગોડાદરા તરફ ભાગ્યો. આગળ તે દોડીને ભાગવા લાગ્યો હતો. ત્યા સુધી પુણા પીઆઈ પણ ત્યાં પહોંચી ગયા.

Download Our B K News Today App



Related News