Photos: અમેરિકામાં એકસાથે દેખાયા ગીતાબેન રબારી અને કિંજલ દવે, કહ્યું જોડે ફરીશું-જોડે રહીશું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 16:04:15
  • Views : 272
  • Modified Date : 2022-04-14 16:04:15

 

ગીતાબેન રબારી અને કિંજલ દવે અમેરિકામાં એકસાથે 

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો 

અમેરિકામાં યોજાયો હતો ગીતાબેન રબારીનો લોક ડાયરો 

ગુજરાતનાં લોકપ્રિય સિંગર ગીતાબેન રબારી અને કિંજલ દવે અમેરિકામાં એકસાથે જોવા મળ્યા હતા. તેમણે ચાહકો સાથે કેટકીલ તસવીરો પણ શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા ગીતાબેન રબારી અને કિંજલ દવેએ કેપ્શનમાં લખ્યું હતું કે જે મિત્રો સાથે ફરે છે, તે સાથે રહે છે. 

 

અમેરિકામાં ગીતાબેન રબારીનો લોક ડાયરો 
3
એપ્રિલનાં રોજ ગીતાબેન રબારીનો લોસ એન્જેલસમાં લોક ડાયરાનો પ્રોગ્રામ હતો. આ ઉપરાંત ન્યૂ જરસીમાં પણ તેમનો લોક ડાયરાનો કાર્યક્રમ આયોજિત થયો હતો. એટલું જ નહી ટેક્સાસ અને અમેરિકાની બીજી જગ્યાઓએ પણ તેમણે કાર્યક્રમ કર્યો હતો. આ સાથે જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ અમેરિકાની મુલાકાતની ઘણી તસવીરો પણ શેર કરી છે. 

તસવીરો કરી શેર 
ગીતાબેન રબારી 
અને કિંજલ દવે બંને અમેરિકાનાં રસ્તાઓ હરતા ફરતા જોવા મળે છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. બંને એકસાથે આનંદ માણતા જોવા મળી રહ્યા છે. 

કિંજલ દવેનું નવું સોંગ 
આ સાથે જ જણાવી દઈએ કે 28 માર્ચનાં રોજ કિંજલ દવેનું નવું સોંગ આનંદનો ગરબો રિલીઝ થઇ ચુક્યું છે. 

 

Download Our B K News Today App



Related News