ગઠામણ દરવાજા વિસ્તારના પેટ્રોલ પંપ પર ગ્રાહકની બાઈકમાં પેટ્રોલની સાથે પાણી નીકળતાં હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 15:24:28
  • Views : 475
  • Modified Date : 2020-02-19 15:24:28

પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપમા બાઇક ચાલક તેના બાઇકમાં શુક્રવારે ભરાવેલા પેટ્રોલને બદલે બાઇકની ટાંકીમાથી પાણી નીકળ્યું હોવાના આક્ષેપો સાથે ગ્રાહક પેટ્રોલ પંપ પર દોડી આવ્યો હતો.અને રજુઆત કરતા પેટ્રોલ પંપના સંચાલકો અને ગ્રાહક આમને સામને થતા મામલો બિચક્યો હતો. ઘટનાને પગલે પોલીસ સહીત પુરવઠાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પર મહેશભાઇ ડાયાભાઇ મકવાણા શુક્રવારે સાંજે બાઇકમાં ગઠામણ દરવાજા વિસ્તારમાં આ‌વેલા પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવી ગયો હતો.જોકે બીજા દિવસે બાઈક ચાલુ થયુ ન હતુ.અને બાઈકમાંથી પેટ્રોલ નીકળતાં પેટ્રોલ જગ્યાએ પાણી નીકળતાં ગ્રાહક બોટલમાં ભરી શનિવારે પેટ્રોલપંપ ઉપર રજૂઆત કરવા માટે દોડી આવ્યો હતો.જ્યાં ગ્રાહક અને પેટ્રોલ પંપના સંચાલકો વચ્ચે મામલો ગરમાયો હતો. જેને લઇ પેટ્રોલ પંપ પર લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. જો કે પેટ્રોલ પંપના માલિકોને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બીજા કોઈ કસ્ટમરના પેટ્રોલમાં પાણી નથી આવતું જ્યારે આ એક જ કસ્ટમરના બાઇકમાં ભરાવેલા પેટ્રોલમાંથી પાણી કેવી રીતે નીકળ્યું તે સવાલ છે. એવું પણ બની શકે કે ગ્રાહક કોઇ જગ્યાએ બાઇક ધોવડાવવા ગયા હોય તો પેટ્રોલની ટાંકીમાં પાણી ઘૂસી ગયું હોય.આમ છતાં જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમે ગ્રાહકે પુરાવેલા પેટ્રોલનાં બદલે તેટલી જ રકમનું બીજું પેટ્રોલ ભરી આપવા બંધાયેલા છીએ. " જોકે બાદમાં સાંજે ફરી આજ મુદ્દે લોકો એકઠા થતા કાયદો અને વ્યવસ્થા જાળવવા પંપ પર પોલીસ બોલાવાઈ હતી. પુરવઠાની ટીમે ઘટના સ્થળે પહોચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે મોડા સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી.

Download Our B K News Today App



Related News