ફરી વાર ઉંચકાયા પેટ્રોલ-ડીઝલના ભાવ! છેલ્લાં 16 દિવસમાં 14મી વખત થયો વધારો, જાણી લો લેટેસ્ટ ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-06 10:14:53
  • Views : 232
  • Modified Date : 2022-04-06 10:14:53

છેલ્લાં 16 દિવસમાં 14મી વખત વધારો કરાતા જનતાને મોટો ફટકો

ફરી વાર ઈંધણના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો ઝીંકાયો

ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ પહોંચ્યા આસમાને

સરકારી ઓઇલ કંપનીઓએ બુધવારે એક વાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધારે મોંઘુ થઈ ગયું છે.

 

દિલ્હીમાં પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લિટરે તો ડીઝલ 96.67 રૂપિયાએ પહોંચ્યો

રાજધાની દિલ્હીમાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આથી, દિલ્હીમાં હવે પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળે છે તો ડીઝલ 96.67 રૂપિયાએ પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 120 રૂપિયાને વટાવીને 120.51 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયુ છે. મહારાષ્ટ્રનાં અન્ય એક શહેર પરભનીમાં પેટ્રોલની કિંમત 122.85 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે જે દેશમાં સૌથી વધારે છે.

જો કે, એક તરફ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે ત્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બુધવારે પેટ્રોલ 40 પૈસા સસ્તું થઇ ગયુ છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 121.65 રૂપિયા થઈ ગઈ છે કે જે 5 એપ્રિલે 122.05 રૂપિયા હતી. ડીઝલ પણ 34 પૈસા પ્રતિ લિટર 104.19 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે. કંપનીઓએ 16 દિવસમાં પેટ્રોલનાં ભાવમાં 10.20 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.

જાણો ચાર મહાનગરોમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લિટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લિટર
ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લિટર
કોલકાતામાં પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લિટર

 

આ શહેરોમાં પણ નવા ભાવ લાગુ

નોઈડામાં પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લિટર
લખનઉમાં પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટ બ્લેયરમાં પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લિટર
પટનામાં પેટ્રોલ 116.23 રૂપિયા તો ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લિટર

ગુજરાતમાં પણ ઉંચકાયો ભાવ વધારો

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થતા ગુજરાતમાં પેટ્રોલમાં 80 પૈસા અને ડિઝલમાં 82 પૈસાનો વધારો થયો છે એટલે કે અમદાવાદમાં હવે પ્રતિ લિટર 105.09  જ્યારે ડીઝલ પ્રતિ લિટરે 98.08ની આસપાસ પહોંચી ગયું છે. 6 એપ્રિલને બુધવાર સવાર 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જશે. છેલ્લાં 16 દિવસમાં 10 રૂપિયાનો જોરદાર વધારો થયો છે.

 

છેલ્લાં 15 દિવસમાં થયેલો વધારો (દેશના આંકડા)

તારીખ વધારો

 

22 માર્ચ 2022

રૂ. 0.80

23 માર્ચ 2022

રૂ. 0.80

25 માર્ચ 2022

રૂ. 0.80

26 માર્ચ 2022

રૂ. 0.80

27 માર્ચ 2022

રૂ. 0.79

29 માર્ચ 2022

રૂ. 0.79

31 માર્ચ 2022

રૂ. 1.68

2 એપ્રિલ 2022

રૂ. 0.80

3 એપ્રિલ 2022

રૂ. 1.15

4 એપ્રિલ 2022

રૂ. 0.40

5 એપ્રિલ 2022

રૂ. 0.80

 

 

ગુજરાત ગેસે CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 કર્યો

CNGની સવારી પણ મોંઘી જ પડશે ગુજરાત ગેસે CNGના ભાવમાં રૂ.6.45 નો વધારો કર્યો છે. આથી હવે ગુજરાત ગેસનો CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 પહોંચશે આજે 6 એપ્રિલને મધ્યરાત્રીથી  CNGમાં નવા ભાવ લાગુ થઈ જશે. જેના કારણે વાહન ચાલકો પર વધારાનો  બોઝ પડ્યો છે. હવે CNGની સવારી પણ મોંઘી બની ગઈ છે.

રોજ સવારે 6 વાગ્યે બહાર પડે છે નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા ભાવ સવારના 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ આટલા ઊંચા જોવા મળી રહ્યાં છે.

 

Download Our B K News Today App



Related News