પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો બંધ કરવાનો કોઇ ઇરાદો નથી : નીતિન ગડકરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 12:33:55
  • Views : 459
  • Modified Date : 2019-09-28 12:33:55

ઓટો સેક્ટરમાં છવાયેલ મંદી પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે નોકરી જવાની સમસ્યાઓ વિશે અમે જાણીએ છીએ. અમે પણ મંદીનો સામનો કરી રહ્યા છે. ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા છે. એમા ઓટો સેક્ટરે મોટી સંખ્યા રોજગારી આપી છે. એમણે કહ્યું કે સરકારનો પેટ્રોલ અને ડીઝલ વાહનોને બંધ કરવાનો કોઇ ઇરાદો નથી.નીતિન ગડકરીએ કહ્યું કે પ્રદુષણ ઓછુ કરવું અમારી પ્રાથમિકતા છે. દિલ્હીમાં પણ 20 ટકા પ્રદુષણ ઓછું થયું છે. અમે ઓટો સેક્ટરમાં એન્જિન BS 4 થી BS 6 માં જવા કહ્યું છે અને આ વાત ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ માને છે. નીતિન ગડકરીએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે તમે ફાઇનાન્સ કંપનીના વિકલ્પ તરીકે આગળ આવો તો ઓટો સેક્ટરમાં તેજી આવશે.નીતિન ગડકરીએ કહ્યું કે જો આપની માંગ છે કે પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો અમે નાણાકીય મંત્રી સામે આ વાત ઉઠાવીશું. ભારત ઓટો સેક્ટરનું હબ બનવા જઇ રહ્યું છે. તેની સાથે જ કેન્દ્રીય મંત્રી ગડકરીએ ઓટો સેક્ટરને એમ પણ સલાહ આપી કે ક્વોલિટી પર ધ્યાન આપવામાં આવે ન કિંમત પર. 

નીતિન ગડકરીનું કહેવું છે કે ભારતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઓછો છે. અમે લન્ડન ટ્રાન્સપોર્ટેશન મોડલને જોવુ પડશે કેમકે તેની ભારતમાં માંગ છે. 
 

    Download Our B K News Today App



    Related News