દેશની જનતા ભાજપ તરફ મોટી આશાએ જોઈ રહી છે, આપણને શાંતિથી બેસી રહેવાનો કોઈ હક નથી: PM મોદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 12:19:04
  • Views : 252
  • Modified Date : 2022-05-20 12:19:04

 

જયપૂરમાં ભાજપની ત્રણ દિવસની બેઠક

પીએમ મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન

કહ્યું ભારત પાસેથી દુનિયાને ઘણી આશા 
 

 

ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ

આજે જયપૂરમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ભારત પાસેથી ઘણી આશાઓ લઈને દુનિયા જોઈ રહી છે. એવી રીતે ભારતમાં ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ છે. દેશની જનતા ભાજપ તરફ વિશેષ આશા, અને વિશ્વાસથી જોવે છે.

 

પીએમ મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન

જયપુરમાં ગુરુવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકના બીજા દિવસે પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. બેઠકમાં વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલની ચૂંટણી, આવતા વર્ષે યોજાનારી અનેક રાજ્યોની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણી 2024 અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

PM MODI કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભાષાના આધારે વિવાદો ઊભા કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ દરેક ભાષાઓમાં ભારતની સંસ્કૃતિ જોવે છે અને તેણે પૂજનીય માને છે. આપણે દરેક ભાષાને મહત્વ આપ્યું છે. 

 

સુંદર સિંહ ભંડારીજીની જન્મશતાબ્દીનું વર્ષ
પીએમ મોદીએ કહ્યું કે આપણી સફર જનસંઘથી શરૂ થઈ અને BJP તરીકે વિકસી, હવે પાર્ટીનું સ્વરૂપ અને તેનો વિસ્તાર જોઈએ તો ગર્વ થાય છે, પરંતુ જે લોકોએ તેના નિર્માણમાં જાત ખર્ચી છે તે તમામ વ્યક્તિઓને આજે હું નમન કરું છું. આજે વર્ષ આદરણીય સુંદર સિંહ ભંડારીજીની જન્મશતાબ્દીનું વર્ષ પણ છે. આવા પ્રેરણાદાયી માણસને આપણે સૌ હૃદયથી સલામ કરીએ છીએ.

 

અમૃતકાળમાં દેશ 25 વર્ષ માટે લક્ષ્યાંક નક્કી કરી રહ્યો છે
વડાપ્રધાને કહ્યું કે દેશના લોકોની આશા અને આકાંક્ષા આપણી જવાબદારીને ઘણી વધારે છે. આઝાદીના અમૃતકાળમાં દેશ આગામી 25 વર્ષ માટે પોતાના લક્ષ્યો નક્કી કરી રહ્યો છે. ભાજપ પાસે આગામી 25 વર્ષ માટેના લક્ષ્યાંકો નક્કી કરવાનો પણ સમય છે. આપણે દેશની જનતાની અપેક્ષાઓ પૂરી કરવાની છે. દેશ સામેના પડકારોને દેશની જનતાએ સાથે મળીને હરાવવાના છે. આપણો મંત્ર છે 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ'.

 

લોકોની આકાંક્ષા સાથે સરકારની જવાબદારી વધી 
PM
મોદીએ કહ્યું, 'મિત્રો, દેશની જનતાએ 2014માં નવો ઈતિહાસ લખવાનું નક્કી કર્યું. ભભારતનો દરેક નાગરિક પરિણામ ઈચ્છે છે. સરકારોને કામ કરતી જોવા માંગે છે. તેની આંખો સમક્ષ પરિણામ જોવા માંગે છે. હું આને રાજકીય લાભ અને નુકસાનને બાજુ પર રાખીને એક વિશાળ સકારાત્મક પરિવર્તન માનું છું. જો 130 કરોડ લોકોની આકાંક્ષાઓ રીતે વધે છે તો સરકારોની જવાબદારી પણ વધે છે.

 

Download Our B K News Today App



Related News