પાંથાવાડા અને રબારી ગોળીયામાં રસ્તામાં વરસાદી પાણી ભરાતાં લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-02 13:30:58
  • Views : 506
  • Modified Date : 2020-08-02 13:30:58

   દાંતીવાડાના પાંથાવાડા અને રબારી ગોળીયા, નાની મહુડીમાં વરસાદનું પાણી આફતરૂપ બન્યું છે. પાંથાવાડામાં ભૂવો પડવાથી અને રબારી ગોળીયામાં વરસાદી પાણી રસ્તા પર ભરાવાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.રબારી ગોળીયાથી મોટી મહુડી જવાના રસ્તા પર વરસાદનું પાણી ભરાઇ જવાથી રોડની બંન્ને સાઈડથી પાણીના નિકાલની જગ્યા ન હોવાથી પાણી ભરાઇને પડી રહ્યું છે. પાણી ભરાવાને કારણે લોકોને અવર-જવરમાં તેમજ આકસ્મિક સમયે વાહન પસાર કરવું મુશ્કેલ છે.

Download Our B K News Today App



Related News