અમદાવાદીઓની ત્રણ દરવાજા માર્કેટમાં ખરીદી માટે ભીડ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ઊમટી પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 15:34:32
  • Views : 375
  • Modified Date : 2020-09-23 15:34:32

       અમદાવાદના વિવિધ વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવી રહ્યા છે. તેવા સમયમાં શહેરના હાર્ટ ગણતા ત્રણ દરવાજા અને માણેકચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાનો ડર ભૂલીને માર્કેટમાં ખરીદી કરવા આવી રહ્યા છે.કોરોનાની માહામારી સામે લોકોમાં જાગૃત્તાનો અભાવ આજે પણ સંક્રમણનું કારણ બની રહ્યું હોય એમ કહી શકાય છે. અમદાવાદના ત્રણ દરવાજા માર્કેટમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ખરીદી કરી રહ્યા હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. તો બીજી બાજુ દુકાનદારો પણ ધમધમતા માર્કેટમાં માલ વેચવાની લ્હાયમાં નિયમો ભૂલ્યા હોય એવું જોવા મળી રહ્યું છે.ત્રણ દરવાજા માર્કેટ એટલે મધ્યમ વર્ગના લોકો માટે ઘર વપરાશથી લઈ કપડાંને મહિલાઓ માટેની તમામ વસ્તુઓનું એક માત્ર મોટું માર્કેટ કહી શકાય છે. જોકે 5 મહિના બાદ ખીલેલું આ માર્કેટ ગ્રાહકોની ભીડને લઈ ચર્ચામાં છે. તો બીજી બાજુ પાલિકાની 6 મહિના બાદ ફિઝિકલ થવા જઇ રહેલી સામાન્ય સભામાં હાજર રહેવા કોર્પોરેટરો પોતાના કોરોના ટેસ્ટ કરાવવા દોડી રહ્યા છે. પણ ત્રણ દરવાજા માર્કેટની ભીડને લઈ પાલિકાના અધિકારીઓ કે લોક પ્રતિનિધિઓ અજાણ હોય એ વાત ને નકારી શકાય નહીં.

Download Our B K News Today App



Related News